છેતરપિંડી:વેસુના કાપડ વેપારી સાથે 32.22 લાખની ઠગાઇ, 8 વિરુદ્ધ ફરિયાદ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લાખની ઠગાઇ, 8 વિરુદ્ધ ફરિયાદ

વેસુમાં રહેતા કાપડ વેપારી પાસેથી 8 લોકોએ ઉધારમાં કાપડ લઇને 32.22 લાખની છેતરપિંડી કરી હતી. ઉઘરાણી કરતાં આરોપીઓએ વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી. વેસુ નંદીની-1 ખાતે રહેતા નિલેશ નંદકિશોર રાઠી 15 વર્ષથી રિંગરોડની સુરત ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. ત્રણેક વર્ષ પહેલા કાપડ દલાલ અંકુર નીતિન ઘીવાલા(રહે. નક્ષત્ર નેબ્યુલા, પાલનપુર રોડ) નિલેશ રાઠીની દુકાને આવ્યો હતો. અંકુરે પોતે કાપડ દલાલ તરીકે ઓળખ આપી માર્કેટમાં સારી શાખ ધરાવે છે એવું કહીને રાકેશ( અંબા સિલેક્શનના અધિકૃત વ્યકિત), રવિ પારેખ( શ્યામ સિલ્ક મિલ્સના અધિકૃત વ્યકિત), પિયુશ ભગવાનજી સરવૈયા અને વિજયકુમાર ભગવાનજીને લઈને આવી સારા વેપારી છે કહીને તેમના પેમેન્ટની જવાબદારી અંકુરે લીધી હતી.

અંકુરના કહેવાથી ચારેયને 25.45 લાખનો માલ આપ્યો હતો. તેમજ કાપડ દલાલ અમિત બજાજ(શ્રીલક્ષ્મી એનેક્ષના વહિવટકર્તા)એઉઘારમાં 1.58 લાખનો માલ ખરીદ્યો હતો. આરોપી કાપડ દલાલ રમેશ બલદેવ વેપારી વિકાસ ભટ્ટર( રૂદ્રાક્ષ ફેબ્રિકેશન)ને 5.19 લાખનો માલ અપાવ્યો હતો. તમામ આરોપીઓ પૈકી કોઈએ પણ રૂપિયા ચૂકવ્યા નહતા.

ઉઘરાણી કરતાં મારવાની ધમકી આપી
વેસુમાં રહેતા કાપડ વેપારી નિલેશ નંદકિશોર રાઠીએ જ્યારે આરોપીઓ પાસે પોતે આપેલા કાપડના રૂપિયાની ઉઘરાણી કરતાં રાકેશ, રવિ પારેખ, પિયુશ સરવૈયા અને વિજય કુમાર ભગવાનજી, અમિત બજાજ, રમેશ બલદેવ, વિકાસ ભટ્ટર અને કાપડ દલાલ અંકુર ઘીવાલાએ ટાંટિયા તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાયેલા વેપારી નિલેશ રાઠીએ આ તમામ આરોપીઓ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...