છેતરપિંડી:રિંગરોડની માર્કેટના વેપારી સાથે 31.90 લાખની ઠગાઈ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાંદેરના વેપારી સાથે 1.55 લાખની છેતરપિંડી
  • બન્ને ઘટનામાં​​​​​​​ ઠગોએ માલ લઈ નાણાં ન આપ્યા

રિંગરોડની જશ માર્કેટની ઓફિસમાં મેનેજર પાસેથી નવી દિલ્હીના વેપારીએ 31.90 લાખનો કાપડનો માલ ક્રેડિટ પર લઈ નાણા ચાંઉ કર્યો છે. મેનેજર અજીત રાવની ફરિયાદ ના આધારે સલાબતપુરા પોલીસે નવી દિલ્હીના લેભાગુ વેપારી રાજીવ ભાખરી સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. લેભાગુ વેપારી નવી દિલ્હીમાં બિઝનેસ મોટાપાયે ચાલતો હોવાનું કહ્યું હતું. શરૂઆતમાં કાપડનો માલ લઈ નાણા વાયદા પ્રમાણે આપી દેતો હતો. આથી મેનેજરે તેના પર વિશ્વાસ કરી ફેબુઆરી-19 થી મે-19 સુધીમાં 31.90 લાખનો ફેબ્રીકેસ કાપડનો માલ ક્રેડિટ પર આપ્યો હતો.

બે મહિનામાં નાણા આપવાનો વાયદો કરી બાદમાં લેભાગુ વેપારીએ દુકાન બંધ કરી ભાગી ગયો હતો. પર્વતગામના 2 વેપારીઓએ 1.55 લાખનો સાડીનો માલ ક્રેડિટ પર લઈ રાંદેરના વેપારીને નાણા ન આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. વેપારી મગન પાંચાણીએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે લેભાગુ વેપારી હરીશ ઉર્ફે હરિસિંહ રાજપુરોહિત અને નરેન્દ્રસિંહ ઉર્ફે નીબસિંહ રાજપુરોહિત(બન્ને રહે,પર્વતગામ)ની સામે પોલીસે ચીટીંગનો ગુનો નોંધ્યો હતો

અન્ય સમાચારો પણ છે...