ફરિયાદ:સરથાણામાં 3 વેપારી સાથે 28.54 લાખની છેતરપિંડી

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 ખાતેદારોએ જોબવર્ક કરી આપવાના બહાને સાડી, કાપડ મેળવી પરત ન કર્યાં

સરથાણામાં 2 ખાતેદારોએ 3 વેપારીઓ પાસેથી જોબવર્ક માટે 28.54 લાખ રૂપિયાનું કાપડ મેળવીને તે પરત નહીં કરીને 28.54 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પુણામાં સિલ્વર ચોક પાસે શિક્ષાપત્રી એવન્યુમાં રહેતા ભાવેશ કનુભાઈ ચોવટિયા સાડીઓ પર સ્ટોન-ડાયમન્ડ-લેસ લગાવી આપવાનો જોબવર્ક કરે છે. દોઢેક વર્ષ પહેલા તેમના ઓળખીતાના માધ્યમથી આરોપી રોહિત વિનુભાઈ ગજેરા(રહે,કામરેજ) સાથે મુલાકાત થઈ હતી. રોહિતે ભાવેશને જણાવ્યું હતું કે તે જોબવર્કનું કામ કરે છે અને મુકેશ બોરસણીયા તેને ત્યાં નોકરી કરે છે. ભાવેશે રોહિત અને મુકેશને 2455 સાડીઓ ટીચીંગ માટે આપી હતી.

તે સાડીઓની કિંમત રૂ.9.82 લાખ થાય છે. ત્યાર બાદ જોબવર્કનું કામ કરીને તે સાડીઓ પરત કરી નહતી. તપાસ કરતા રોહિત કે મુકેશનો ફોન બંધ આવતો હતો. માર્કેટમાંથી જાણવા મળ્યું હતું કે પ્રફુલ કાળુભાઈ પાંચાણી પાસેથી પણ આરોપી મુકેશ બોરસણીયા રૂ.16 લાખની કિંમતના દુપટ્ટા જોબવર્ક માટે લઈ ગયા હતા.

તેમજ અન્ય એક વેપારી મનીષકુમાર ઠુમ્મર પાસેથી પણ રૂ.2.72 લાખની સાડીઓ જોબવર્ક માટે લઈ જઈ પરત કરી નહતી. આમ 3 વેપારીઓ સાથે કુલ 28.54 લાખની છેતરપિંડી કરી હતી. ભાવેશ ચોવટિયાએ આરોપી રોહિત વિનુ ગજેરા અને મુકેશ શંભુભાઈ બોરસણીયા સામે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...