છેતરપિંડી:સચિનમાં એક જ મકાન 12ને વેચી દઈ 28 લાખની ઠગાઈ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાડોશીનું મકાન પણ પોતાનું કહી વેચી માર્યું

સચિન જીઆઇડીસી ઊન શબનમ નગર સોસાયટીમાં રહેતા માતા-પુત્રે એક જ મકાન 12 જણાને વેચી મારી 27.80 લાખની રકમ પડાવી છે. આ અંગે 12 જણાએ શરૂઆતમાં પોલીસમાં અરજી આપી હતી. આ અરજીના આધારે આખરે સચિન જીઆઇડીસી પોલીસમાં રાબીયાબાનુ યુનુસ શેખે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે અજમેરીખાતુન અબ્દુલ સત્તાર અંસારી અને તેનો પુત્ર અખતર ઉર્ફે ચુન્નુ સત્તાર અંસારી(બન્ને રહે, શબનમનગર, ઉન, સચીન)ની સામે ચીટિંગનો ગુનો નોંધ્યો છે.

ફરિયાદી રાબીયાબાનુને બન્ને માતાએ દીકરીના નિકાહ હોવાથી પૈસાની જરૂર હોવાથી સસ્તામાં મકાન વેચાણ કરીએ છીએ એમ કહી 3 લાખની રકમ પડાવી હતી. બન્ને માતા-પુત્રએ મકાનનો સાટાખત પણ મહિલાને કરી આપ્યો હતો. બાકીના રૂપિયા આપી મહિલા ઈદના દિવસે મકાનનો કબજો લેવાના હતા. અચાનક બન્ને જણા 20મી જુલાઇ-21 ઘર ખાલી કરી ગાયબ થયા હતા અને મોબાઇલ પણ બંધ કરી દીધો હતો. પછી ખબર પડી કે બન્ને માતા-પુત્રએ પોતાનું મકાન અને પાડોશીનું મકાન પોતાનું હોવાનું કહીને 12 જણા પાસેથી લાખોની રકમ પડાવી છે.

અન્ય સમાચારો પણ છે...