છેતરપિંડી:ઘોડદોડ રોડની બેંકના આસિસ્ટન્ટ મેનેજર સાથે 2.76 લાખની ઠગાઈ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેઈંગ ગેસ્ટ મિત્રએ રૂપિયા લઈ પરત ન કર્યા

શહેરના ઘોડદોડરોડની SBI બેંકના આસિસ્ટન્ટ મેનેજરે પેઇંગગેસ્ટ તરીકે રહેતા મિત્ર પર વિશ્વાસ કરવામાં 2.76 લાખની રકમ ગુમાવી છે. મૂળ અમદાવાદના અને હાલમાં સુરત ખાતે સરેલાવાડી પ્રિયાંશ ટાવરમાં SBI બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા હિરેન ચૌહાણ પેઇંગગેસ્ટ તરીકે રહે છે. તેમની સાથે અન્ય 4 જણા પણ રહેતા હતા. હિરેનના પિતાને 2.50 લાખની જરૂર હતી. જેથી પિતાએ હિરેન પાસે માગ્યા હતા. જો કે,હિરેનની પાસે તેટલી રકમ ન હોવાથી પિતાને એફડીમાંથી આપવાની વાત કરી હતી.

આ અંગે પિતાનો કોલ આવ્યો ત્યારે હિરેન સાથે પેઈંગ ગેસ્ટમાં રહેતો મિત્ર ફેરિન પટેલ તેમની આ વાત સાંભળતો હતો. તેથી ફેરિન પટેલે આસિસ્ટન્ટ મેનેજરને કહ્યું કે મારે બીએમડબલ્યુની બાઇક લેવાની છે અને તારે પિતાને રોકડા આપવાના છે તો મને રૂપિયા ટ્રાન્સફર કરી દે એટલે હું રોકડા આપી દઈશ. બસ આ વાત પર વિશ્વાસ કરી આસિસ્ટન્ટ મેનેજર હિરેને 2 લાખ અને બીજા 50 હજાર એમ કરીને 2.50 લાખ ફેરિનના ખાતામાં નાખી દીધા હતા. બાદમાં હિરેને અઢી લાખની રકમ પિતાને આપવા માટે ફેરિનને કોલ કર્યો હતો.

પરંતુ ફેરિન ગલ્લા તલ્લા કરી રૂપિયા આપતો ન હતો. ઉપરાંત ફેરિને 26,900નું બ્લૂથ ઓનલાઈન મંગાવ્યું હતું તેના પણ રૂપિયા આપ્યા ન હતા. આમ ફેરિન કુલ 2,76,900ની ચીટીગ કરી નાસી છૂટ્યો હતો.જેથી ફેરિન પટેલ(રહે,ક્રિષ્ના ટાઉનશિપ,ડભોલી રોડ,મૂળ મુંબઈ) સામે ઠગાઈનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...