ઠગાઈ:સુરતના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના વેપારી સાથે 27.99 લાખની છેતરપિંડી, અમદાવાદના પિતા-પુત્રએ માલ ખરીદ્યા પછી ધમકી આપી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અમદાવાદના પાટીદાર એમ્બ્રોઈડરી યાર્નના પ્રોપાયર પટેલ પિતા-પુત્રએ માલ ખરીદી હાથ ઉંચા કર્યા

સુરતના રિંગરોડ ખાતે આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એબી ટ્રે઼ડીંગ કંપનીના નામે ધંધો કરતા યાર્નના વેપારી પાસેથી અમદાવાદના પાટીદાર એમ્બ્રોઈડરી યાર્નના પ્રોપાયટર પટેલ પિતા-પુત્રએ રૂપિયા ૨૭.૯૯ લાખનો માલ ખરીદી ઠગાઈ કરી હતી. ત્યારબાદ પેમેન્ટ નહીં આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

શરૂઆતમાં પેમેન્ટ ચૂકવી વિશ્વાસ કેળવ્યો હતો
વેસુ વીઆઈપી રોડ પર આવેલી ધ એવોલ્યુશનમાં રહેતા અંકિત હરબંસલાલ બુટાની (ઉ.વ.35) રિંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એબી ટ્રેડીંગ કંપનીના નામે વેપાર ધંધો કરે છે. અંકિત પાસેથી શરુઆતમાં અમદાવાદમાં પાટીદાર એમ્બ્રોઈડરી યાર્નના પ્રોપાયર અતુલ પરસોત્તમ પટેલ અને ધ્રુવ અતુલ પટેલ (રહે,થર્મીટેજવિલા અમ્રુતબાગ પાર્ટી પ્લોટ પાસે, બોપલ-આંબલી રોડ, અમદાવાદ)એ વેપાર ધંધો કરી સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસ કેળવ્યો હતો.

જાનથી મારી નાંખવાની ધમકી આપી
ગત તા 1 એપ્રિલ 2019થી 21 સપ્ટેમ્બર 2019ના સમયગાળામાં રૂપિયા 2799200નો માલ અલગ અલગ બીલ ચલણથી ખરીદ્યો હતો. જેનું પેમેન્ટ નહી ચુકવતા અંકિત બુટાનીએ ઉઘરાણી કરતા પટેલ પિતા-પુત્ર પેમેન્ટ માટે અહી ઘરે આવ્યો છે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ કરી હતી. પોલીસે અંકિતની ફરિયાદ લઈ અતુલ પટેલ અને ધ્રુવ પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

આંજણાના વેપારી સાથે 24.60 લાખની છેતરપિંડી
સલાબતપુરા, મહાત્માવાડીના મધુસુદન મોહનલાલ તાણાવાલા આંજણા ફાર્મમાં કાપડનો વેપાર કરે છે. આરોપી રવિરંજન નાગેન્દ્ર ઠાકુર મિલેનીયમ-4 ટેક્સટાઈલ માર્કેટમાં વેપાર કરે છે. રવિરંજને મધુસુદનની અલગ-અલગ ફર્મમાંથી 24.60 લાખનું ઉધારમાં કાપડ ખરીદીને રૂપિયા ચૂકવ્યા ન હતા. મધુસુદને આરોપી રવિરંજન વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ પહેલા 2017માં પણ રવિરંજન વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

મહિલા વેપારી સાથે 15.38 લાખનું ચીટિંગ
ન્યુ સિટીલાઇટ, આશિર્વાદ રેસિડેન્સીમાં રહેતા કરીશ્મા દિનેશ ધનકાણી રિંગરોડ પર ઘનલક્ષ્મી માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. આરોપીઓ કવિતા અગ્રવાલ અને પ્રભાકર અગ્રવાલ( બંને રહે.કોલકાતા)એ ઉધારમાં 2018માં 15.38 લાખ રૂપિયાનું ગ્રે કાપડ ખરીદ્યું હતું. બંનેએ પેમેન્ટ ન ચૂકવતા કરીશ્માએ તેમના વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.