ધરપકડ:પાર્લે પોઇન્ટના યાર્નના વેપારી સાથે રૂ.27 લાખની છેતરપિંડી, પાનવાલા દંપતિ સહિત ચારની ધરપકડ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારતનક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારતનક તસ્વીર

પાર્લે પોઇન્ટના યાર્નના વેપારી પાસેથી 27.96 લાખનો યાર્નનો માલ લઈને નાણાંની ચુકવણી ન કરતા અઠવા પોલીસે 13 દિવસ પહેલા પાનવાલા દંપતી સહિત 4 જણાની સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ચારેય પરિવારના સભ્યો આગોતરા જામીન સાથે અઠવા પોલીસમાં હાજર થયા હતા. પોલીસે નીરવ અશોક પાનવાલા, પત્ની પૂજા નીરવ પાનવાલા તથા ભાઈ અભિષેક અશોક પાનવાલા તેમજ પિતા અશોક હરકીશનદાસ પાનવાલા(તમામ રહે. કૃષ્ણકુંજ સોસા, ભટાર) ની ધરપકડની કાર્યવાહી કરી હતી.

વધુમાં નીરવ પાનવાલા તેના ભાઈ અને પિતા સાથે યાર્નનો વેપાર કરતો હતો. તેની ઓફિસ સચીન જીઆઇડીસીમાં હતી. જો કે હવે બન્ને ભાઈઓ જમીનની દલાલી કરે છે. પોલીસ સમક્ષ નીરવે માલ ખરાબ નીકળ્યો હોવાથી રૂપિયા આપ્યા ન હતા એવુ જણાવ્યું હતું. પાર્લે પોઇન્ટના યાર્નનો વેપારી વિનય ભાટીયા પાસેથી નીરવે એક મહિનાની ક્રેડિટ પર યાર્નનો માલ રૂ.27.96 લાખનો લઈ નાણાં ચુકવણી ન ચૂકવી ઠગાઈ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...