તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:મિલેનિયમના વેપારી સાથે 25 લાખની ઠગાઇ, બે સામે ફરિયાદ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રિંગરોડ ખાતે આવેલી મિલેનિયમ માર્કેટના વેપારી પાસેથી ઉધારમાં 25.24 લાખ રૂપિયાનું કાપડ લઇ તેના નાણા પરત નહીં ચૂકવી છેતરપિંડી કરનાર કાપડ દલાલ અને કોલકાતાના ઠગ વેપારી વિરૂદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

વેસુ ખાતે આવેલા સ્વિમ પેલેસમાં રહેતા વેંકટેશ પુરૂષોત્તમદાસ મારૂ રિંગરોડ ખાતે આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં શ્રી મારૂ સિલ્ક મિલ્સ પ્રા.લિ.ના નામે કાપડનો વેપાર કરે છે. 2017માં કોલકાતાના વરૂણ સારીઝના નામે ધંધો કરતા કાપડ દલાલ મનિષ શાંઢે કોલકાતા સર હરિરામ ગોયન્કા સ્ટ્રીટમાં રહેતા અને પરિણિતા ફર્મના નામે ધંધો કરતા વેપારી સંજય જાજોડીયા સાથે સંપર્ક કરાવ્યો હતો. સંજય કોલકાતામાં સારી શાખ ધરાવતો હોવાનું જણાવી ઉધારમાં કાપડ અપાવ્યું હતું.

આ કાપડના સમયસર નાણા ચૂકવી વિશ્વાસ કેળવી લીધા બાદ દલાલ મનિષ મારફતે સંજય જાજોડીયાએ તા.7-4-2018થી તા.30-10-2018 દરમિયાન તેમણે વેંકટેશ પાસેથી રૂ.25,24,580નું કાપડ ઉધારમાં લીધું હતું. બાદમાં આ નાણા ચૂકવવામાં ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા. જ્યારે વેકંટેશે પૈસાની ઉઘરાણી કરતા સંજયે મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો