તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતના રિંગરો઼ડ વિસ્તારમાં આવેલી મહાવીર ટેક્સટાઈલ માર્કેટના વેપારી પાસેથી ડાંઈગ એન્ડ પ્રિન્ટીંગનો માલ લીધા બાદ કુલ રૂપિયા 22.68 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. સાથે જ માલ કે રૂપિયા ન આપીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
મોટું કામ હોવાનું કહીને માલ લીધો હતો
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ પાલગામ મધુવન સર્કલ પાસે વેસ્ટર્ન શીખરજીમાં રહેતા પંકજકુમાર જાવતરાજ જૈન (ઉ.વ.26) રીંગરોડ મિલેનીયમ માર્કેટમાં દિપક સારીઝના નામથી ધંધો કરે છે તે પહેલા તેઓ શ્રી મહાવીર ટેક્ષટાઈલ માર્કેટમાં વિધી વિનાયકા ડિઝાઈનરના નામથી સાડી તેમજ ગ્રે કાપડનો ધંધો કરતા હતાં. પકંજકુમારનો સન 2014માં બજરંગલાલ સોમાની સાથે ઓળખાણ થઈ હતી.બજરંગલાલે પોતે બજરંગ ડાઈગ એન્ડ પ્નિન્ટીંગ મિલ્સના માલીક છે અને પોતે ડાઈગ એન્ડ પ્રિન્ટીંગને લગતુ મોટાપાયે કામ કરે છે માર્કેટમાં ખુબજ સારી પ્રતિષ્ઠા છે. સમયસર ડાઈગ એન્ડ પ્નિન્ટીંગ કરી માલ પરત મોકલાવી આપુ છુ, મારી સાથે વેપાર ધંધો કરશો તો ઘણા ફાયદામાં રહેશો તેવી મીઠી મીઠી લોભામમી વાતો કરી હતી.
વિશ્વાસમાં લઈને માલ લીધો હતો.
બજરંગલાલની વાતોમાં વિશ્વાસમાં આવી પંકજકુમારે ગત તા 30 જુલાઈ 2014થી 28 ઓગસ્ટ 2014 સુધીમાં અલગ અલગ બીલ ચલણોથી કુલ રૂપિયા 22.68 લાખનો ગ્રે કાપડનો માલ ડાઈગ એન્ડ પ્રિન્ટીંગ કરવા માટે મોકલી આપ્યો હતો. ઘણો સમય થવા છતાંયે બજરંગલાલે માલ ડાઈગ એન્ડ પ્નિન્ટીંગ કરાવી પરત નહી મોકલાવતા પંકજકુમાર તેમનો માલ પરત મંગાવ્યો હતો. જે તે સમયે બજરંગલાલે તમારો માલ પ્રિન્ટીંગ થયો નથી, થઈ જશે ત્યારે મોકલાવી આપીશુ હોવાનુ કહી સમય પસાર કર્યો હતો.
ક્લેઈમ પાસ કરીને પણ રૂપિયા ન આપ્યા
ઘણો સમય વિત્યા બાદ બજરંગલાલે તમારો માલ મિલમાં આગ લાગી ત્યારે સળગી ગયો છે. તેનો ક્લેઈમ કરાવેલ છે. તે કલેઈમના રૂપિયા આવશે ત્યારે હું રૂપિયા ચુકવી દઈશ તેવુ કહી ક્લેઈમ માટે બીજા ચલણ મંગાવ્યા હતા. જાકે પકંજકુમારે તપાસ કરતા બજરંગલાલે ક્લેઈમ પાસ કરાવી પૈસા મેળવી લીધા હતા. પરંતુ પંકજકુમારને તેમના માલ કે પૈસા પરત આપ્યા ન હતા અને ઉશ્કેરાઈને હવે પછી ક્લેઈમના રૂપિયાની કે માલની ઉઘરાણી કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે પંકજકુમારની ફરિયાદ લઈ બજરંગલાલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.