તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:પિપલોદના ગોલ્ડલોન કૌભાંડીની વકીલ સાથે 21 લાખની છેતરપિંડી

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પિપલોદમાં રહેતા અશોક વાજાની માલિકીના પિપલોદ લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટના 2 ફલેટ વર્ષ 2014માં એડવોકેટ અશ્વીન પેઇન્ટરને વેચી દીધા હતા, જે પેટે વકીલે રૂ.21.51 લાખ રોકડ અને ચેકથી ચુકવ્યા હતા.સાથે જ વકીલે અશોક વાજા પાસે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર કબજા સહિતના વેચાણ કરાર નોટરી રૂબરૂ કરાવી લીધા હતા.

4 વર્ષ બાદ આ બન્ને ફ્લેટો અશોક વાજાએ તેના પડોશી અમરજીત પાનવાલાને વેચી દસ્તાવેજ કરી આપ્યો હતો. જેથી વકીલે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પણ અશોક વાજા ગોલ્ડલોન કૌભાંડમાં પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...