છેતરપિંડી:સલાબતપુરામાં અનુપમ ટેક્સ.માર્કેટના વેપારી સાથે 16.57 લાખની છેતરપિંડી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સલાબતપુરામાં અનુપમ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પાસેથી જોબવર્ક કરાવી 16.57 લાખ ન ચૂકવી છેતરપિંડી કરી છે. ડુંભાલ પરવત પાટિયા પાસે ઋષિ વિહાર ટાઉનશિપમાં રહેતા રિતેશ શ્રવણકુમાર તુલસ્યાન સલાબતપુરામાં અનુપમ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. તેઓ કાપડ પર જોબવર્ક કરવાનું કામ કરે છે.

જુલાઈ 2019માં દલાલ અંકિતકુમાર પવનકુમાર ગોપાલીકા વેપારી કૈલાશ વિજયરાજ ભાદાણીને લઈને રિતેશની દુકાને આવ્યો હતો. તેઓએ કાપડ પર જોબ વર્ક કરાવીને તેનું પેમેન્ટ સમયસર કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. બંનેએ 16.57 રૂપિયાનું જોબવર્ક કરાવ્યું હતું. તેનું પેમેન્ટ બંનેએ કર્યું ન હતું. રિતેશે બંને વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...