છેતરપિંડી:કાપડના વેપારી સાથે 15.38 લાખ રૂપિયાની છેતરપિંડી

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ન્યુ ટેક્સટાઇલ માર્કેટના વેપારીએ ફરિયાદ કરી

ન્યુ ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે 15.38 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર રાજસ્થાનના વેપારી અને અહીના દલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિટી લાઇટ રોડ પર સુર્ય રેસિડેન્સીમાં રહેતા અંકિત રામઅવતાર અગ્રવાલ ન્યુ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. આરોપી દલાલ રાકેશ સીંગલાએ અંકિતની ઓળખાણ રાજસ્થાનના અલવરના વેપારી બાબુલાલ (બાબુલાલ સુરેશચંદ્રના પ્રોપ્રાયટર) સાથે કરાવી હતી.ત્યાર બાદ અંકિત પાસેથી ઉધારમાં 15.38 લાખ રૂપિયાનું કાપડ ઉધારમાં ખરીદ્યું હતું. બાબુલાલ અને રાકેશે તેના રૂપિયા આપ્યા નહતા. અંકિતે બંને વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...