તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં ગરીબ અને મધ્યમ પરિવારોને પ્લોટ અને ફ્લેટના નામે છેતરપિંડી કરતાં અનેક ધુતારુઓ સમયાંતરે સામે આવે છે. સનરાઈઝ ઓફ ગ્રુપ કંપની દ્વારા નવસારી જિલ્લાના પરૂજલ ગામ ખાતે શ્રી સાંઈ વિલા સોસાયટીમાં પ્લોટ વેચવાનો શરૂ કર્યું હતું. કંપનીના માલિક અજીત ચંદ્રપાલ સિંહ અને યોગેશ ચંદ્રપાલ સિંહ દ્વારા આ સોસાયટીમાં પ્લોટ પાડવામાં આવ્યા હતા. જે પ્લોટ ગરીબ અને મધ્યમ પરિવારને પોસાય એ ભાવથી વેચવાનું શરૂ કર્યું હતું. તમામ પ્લોટ હપ્તેથી રકમ ચૂકવવા માટે ની વાત અજીતસિંહ અને યોગેશ સિંહ દ્વારા કરવામાં આવી હતી પોસાય તેમ ભાવ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ પ્લોટ ખરીદવાના શરૂ કરવા માટે હપ્તા ચૂકવ્યા હતા.
રૂપિયા પરત કરાયા નથી
રૂપિયા ચૂકવ્યા બાદ રસીદ અને પહોંચ અજીતસિંહ દ્વારા આપવામાં આવતી હતી. ઘણા હપ્તા ભરાઈ ગયા પછી જ્યારે પ્લોટ પોતાના નામ પર કરી આપવા માટે ફરિયાદીઓએ માગણી કરી ત્યારે હજી અને યોગેશ દ્વારા શ્રી સાંઈ વિલા સોસાયટીનો પ્રોજેક્ટ કેન્સલ થઈ ગયો છે તેમ જણાવ્યું હતું અજયસિંહે પ્લોટ ખરીદાનારાઓ ને કહ્યું કે અમે થોડા જ દિવસોમાં બીજી જગ્યાએ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. જ્યાં તમને પ્લોટ આપી દઈશું પરંતુ અન્ય કોઈ પ્રોજેક્ટ શરૂ કરવામાં ન આવ્યો અને તેમણે આપેલા પૈસા પણ હજી અને યોગેશ દ્વારા પરત આપવામાં આવ્યા નહીં.
છેતરપિંડીની ફરિયાદ દાખલ
15 ફરિયાદીઓ સાથે રૂપિયા 25,35,000ની છેતરપિંડીના કેસમાં અજીત ચંદ્રપાલ સિંહ ,યોગેશ ચંદ્રપાલ સિંહ અનિલ પાટીલ (દલાલ) અને સુદામ મોરે (દલાલ) સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ છે. વર્ષ 2012-13 માં પ્લોટ વેચવાની શરૂઆત અજીતસિંહ અને યોગેશ સિંહ દ્વારા કરવામાં આવી હતી ડીંડોલી મધુરમ માર્કેટમાં સનરાઈઝ ઓફ કંપની ખોલીને બેઠા હતા જ્યારે પ્લોટ ખરીદનાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમની ઓફિસે પૈસા પરત મેળવવા માટે પહોંચ્યા હતા ત્યારે અજીત અને યોગેશ સિંહ બંને ફરાર થઈ ગયા હતા ગરીબ લોકોને લાખો રૂપિયાની નો ચૂનો ચોપડી ને આ બંને આરોપીઓ પોલીસના સકંજામાંથી દૂર નાસતા ફરી રહ્યા છે.
ડિંડોલી પોલીસે તપાસ આદરી
અજીત ચંદ્ર પાલ સિંહ અને યોગેશ ચંદ્ર પાલ સિંહ સામે છેતરપિંડીની ફરિયાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે પોલીસ પૂર્વક તપાસ કરે તો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની મૂડી ચાલુ કરી જનારા આ બંને આરોપીઓને કોઈ પણ દબાણમાં આવ્યા વગર ઝડપી પાડીને ગરીબ લોકોને ન્યાય અપાવો જરૂરી છે જેથી કરીને સપનાનું ઘર ખરીદવા માટે નીકળતા લોકો ની સાથે છેતરપિંડી કરવાનો આવા તત્વો વિચારી ન શકે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.