સુરતના ક્રાઈમ ન્યૂઝ:સલાબતપુરા અને ખટોદરામાં કાપડના વેપારી સાથે છેતરપિંડી, કાપડ લીધા બાદ પેમેન્ટ ચૂકવ્યું નહીં

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરતમાં જુદા જુદા બે કાપડના વેપારીઓ સાથે લાખોની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના સલાબદપુરા વિસ્તારમાં કાપડ વેપારી સાથે 42.63 લાખની તો અન્ય એક મુંબઈના કાપડ વેપારીએ 23.70 લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

સુરતના સલાબતપુરામાં કાપડ વેપારી સાથે રૂ ૪૨.૬૩ લાખની ઠગાઈ
સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે રહેતા આશિષ આનંદકુમાર જૈન કાપડ વેપારી છે. તેઓએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે શ્યામ ફેશનના પ્રોપાઈટર દિનેશ જેઠાલાલ પટેલ તેમજ કાપડ દલાલ હિતેશ ઉર્ફે સોનું અગ્રવાલે તેઓની પાસેથી ૧૩-૧૨-૨૦૨૧ થી ૨૪-૦૩-૨૦૨૨ સુધીમાં અલગ અલગ બીલ ચલણથી ટુકડે ટુકડે ૫૫.૦૪ લાખ રૂપિયાનું ગ્રે કાપડ ખરીદી લીધું હતું. જેમાં ૧૨.૪૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા જયારે બાકીના ૪૨.૬૩ લાખ રૂપિયા નહિ ચૂકવી ઠગાઈ આચરી હતી. આ સમગ્ર મામલે વેપારીની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સુરતમાં કાપડ વેપારી સાથે મુંબઈના વેપારીએ રૂ ૨૩.૭૦ લાખની ઠગાઈ આચરી
સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા દીપ અશ્વિનકુમાર જરીવાલા ખટોદરા ચોસઠ જોગણીમાતાના મંદિર પાસે કાપડનું ખાતું ધરાવે છે. તેઓએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે મુંબઈ ખાતે એસવી રોડ ખાતે ઓફીસ ધરાવતા ખુશી ઇન્પેકક્ષના પ્રોપાઈટર ભરત હીરા ઢીલાએ તેઓની પાસેથી જુદી જુદી તારીખોમાં ૨૩.૭૦ લાખનો ગ્રે કાપડનો માલ ૧૫ થી ૨૦ દિવસમાં પેમેન્ટ ચૂકતે કરવાની શરતે ઉધારીમાં ખરીદી કરી લીધો હતો અને પેમેન્ટ ચૂકતે કર્યું ના હતું તેમજ ૧૧.૨૪ લાખના ૧૬ ચેકો આપ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા. તેમજ પેમેન્ટ આપ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે વેપારીની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...