ક્રાઇમ:બેગમપુરાના વેપારી પાસે રૂ.12 લાખની સાડી ખરીદી છેતરપિંડી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • મંુબઈનો ઠગ રાતોરાત દુકાન બંધ કરી ફરાર

બેગમપુરાના વેપારી પાસેથી ઉધારમાં 12.68 લાખની સાડી ખરીદી રૂપિયા ન ચુકવનાર વેપારી સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પરવત પાટિયા પાસે અક્ષર ટાઉનશિપમાં રહેતા અશોક લક્ષ્મીનારાયણ ગેહલોત સલાબતપુરામાં બેગમપુરામાં સાલાસર ટેક્સટાઈલના નામથી સાડીનો વેપાર કરે છે. 2019માં આરોપી દુર્ગેશ પુખરાજ ખત્રી વેપારી અશોકને મળ્યો હતો. દુર્ગેશે વેપારીને કહ્યું કે, તે મુંબઈમાં શીવરી એન્ટરપ્રાઇઝ અને એમરોન નામથી સાડીઓનો મોટાપાયે વેપાર કરે છે.

પછી કહ્યું કે સુરતમાં પણ અવધ માર્કેટમાં જાનવી એન્ટરપ્રાઇઝના નામથી પોતાની દુકાન શરૂ કરી છે. જો તેમને ઉધારમાં સાડીઓ તમને સમયસર પેમેન્ટ મળી જશે અને તમને ફાયદો થશે. તેથી અશોક ગેહલોતે દુર્ગેશને 12.68 લાખ રૂપિયાની સાડીઓ ઉધારમાં આપી હતી. પરંતુ દુર્ગેશે પેમેન્ટ કર્યું નહતું અને દુકાન પણ બંધ કરીને નાસી ગયો હતો. અશોક ગેહલોતે દુર્ગેશ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...