છેતરપિંડી:દુકાનની લોન ભર્યા વિના 16 લાખમાં સોદો કરી છેતરપિંડી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેચાણ પેટે પૈસા લઈ દુકાન આપી ન હતી

અડાજણમાં મહિલાને દુકાન વેચાણ પેટે આપવાનું કહીને મહિલા પાસેથી 16 લાખની રકમ લઈ દુકાન નહીં આપતા છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આરોપીઓએ દુકાન પર પહેલાથી 2 વખત લોન લીધી હતી. અડાજણમાં એલ.પી. સવાણી સર્કલ પાસે શિવ કોમ્પલેક્ષમાં રહેતા સિનીલ પાંડેની પત્ની નીલમે આરોપીઓ લક્ષ્મીકાંત ઉપાધ્યાય, વિનયકુમાર ઉપાધ્યાય અને આશિષકુમાર ઉપાધ્યાય સાથે દુકાનનો સોદો કર્યો હતો. આરોપીઓની રાજકોર્નર શોપિંગ સેન્ટરમાં દુકાન હતી. તે દુકાન પેટે આરોપીઓએ નીલમ પાંડે પાસેથી 16 લાખ રૂપિયા લઈને દુકાનનું સાટાખત કરી આપ્યું હતું.

પરંતુ ત્યાર બાદ આરોપીઓએ દુકાન આપી ન હતી. તપાસ કરતા ખબર પડી કે, આરોપીઓએ દુકાન પર બે વખત લોન લઈ રાખી છે. ઉપરાંત દુકાન કોઈને ભાડેથી પણ આપી રાખી છે. તેથી નીલમ પાંડેએ ત્રણેય ભાઈઓ વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...