આરોપી ઝડપાયા:સુરતમાં વરાછાની GN બ્રધર્સમાં રફ હીરા બદલીને 4 કરોડની છેતરપિંડી, વધુ બે આરોપીની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
બે આરોપીઓની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો.
  • તપાસ દરમિયાન અન્ય 2 ઇસમોની પણ સંડોવણી સામે આવતા બંને ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા

સુરતના વરાછામાં કિરણ બિલ્ડિંગમાં જી.એન.બ્રધર્સ હીરાની પેઢીમાં ભાગીદારોએ 2 કર્મચારી અને 2 હીરાદલાલ સાથે મળી રફ હીરાના માલ બદલી નાખી કુલ 4 કરોડની ઠગાઈ કરી હતી. આ કેસ વરાછા પોલીસે અગાઉ 4 અને હવે વધુ બે આરોપીઓની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.

હલકી ગુણવત્તા ધરાવતા હીરા કિંમતી હીરા સાથે બદલી નાખતા હતા
સુરતના વરાછા વિસ્તારમાં વૈશાલી ત્રણ રસ્તા પાસે આવેલ કિરણ બિલ્ડીંગમાં જી.એમ. બ્રધર્સ તરીકે હીરાની ફેક્ટરી આવેલ છે. જ્યાં 11 વર્ષથી ભાગીદાર તરીકે કામ કરતા ઇસમોએ 4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે બાબતે ફેક્ટરી માલિક ઈશ્વરભાઈ ખુંટએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અન્ય ભાગીદાર મેનેજર અને દલાલો દ્વારા છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તા ધરાવતા હીરા બહારથી લાવીને કિંમતી હીરા લઈને કંપનીમાંથી છેતરપિંડી કરતા હતા જે બાબતની જાણ થતા તપાસ કર્યા બાદ હકીકત સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ભાગીદારો જ હીરાની હેરફેર કરી
પોલીસે તપાસ કરતા કુલ 6 ઇસમોએ ગુનાને અંજામ આપી 4 કરોડથી વધુની કિંમતના હીરાની હેરફેર કરી હતી. જેમાં વરાછા પોલીસે કુલ 6 આરોપીને પકડી પાડ્યા હતા. જેમાં આરોપી વિજય ઉર્ફે વી.ડી. બદરખીયા, જીગ્નેશ ઉર્ફે કે.કે. કાકડિયા, પ્રકાશ સોજીત્રા, જેઓ ઈશ્વરભાઈના ભાગીદાર હતા. જેને ધીરુભાઈ બદરખીયા અને બીપીન તળાવીયા જે દલાલીનું કામ કરે છે તેની પાસેથી હલકી ગુણવત્તાના હીરા વિજય, જીગ્નેશ અને પ્રકાશને આપીને છેતરપિંડી કરી હતી.

અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી
સાથે એક ખાનગી વ્યક્તિની પણ સંડોવણી સામે આવતા ગૌતમ કાછડિયાને પકડી પાડી કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે તપાસ દરમિયાન અન્ય 2 ઇસમોની પણ સંડોવણી સામે આવતા બંને ઈસમો ભાગી છૂટતા બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે અને આરોપીના રિમાન્ડ મેળવીને કુલ 42 લાખ રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.

પોલીસે અન્યોની સંડોવણી હોવાને લઈને પૂછપરછ હાથ ધરી.
પોલીસે અન્યોની સંડોવણી હોવાને લઈને પૂછપરછ હાથ ધરી.

આરોપી પાસેથી 42 લાખનો મુદ્દામાલ રીકવર
સજ્જનસિંહ પરમાર (ડીસીપી સુરત પોલીસ)એ જણાવ્યું હતું કે, હીરા પેઢીમાં ભાગીદાર તરીકે કામ કરતા ઇસમોએ ફેક્ટરીમાં ગોલમાલ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે બાબતે ગુનો નોંધાતા પોલીસે આરોપી પાસેથી 42 લાખનો મુદ્દામાલ રીકવર કરીને અન્ય મુદ્દામાલ બાબતે વધુ પૂછતાછ હાથ ધરી છે.