તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રાન્સના પર્યાવરણ મંત્રીની મુલાકાત:ફ્રાન્સના પર્યાવરણ મંત્રી 1 ફેબ્રુઆરી એ શહેરની મુલાકાતે

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
  • 15નું ડેલીગેટ્સ સુરતના પ્રોજેક્ટને નિહાળશે

ફ્રાન્સના પર્યાવરણ મંત્રી બારબારા પોમ્પીલી 1 ફેબ્રુઆરીએ સુરતની મુલાકાત લેશે. ફ્રાન્સના પર્યાવરણ મંત્રીની સાથે 15 પ્રતિનિધિઓની એક ટીમ પણ સાથે રહેશે. આ ટીમ શહેરમાં 10 કલાક સુધી રહેશે. જેને લઇ મહાનગર પાલિકાની ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મ્યુ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ફ્રાન્સના પર્યાવરણ મંત્રી સહિતનું ડેલીગેટસ 1 ફેબ્રુઆરી સવારે 8.25 વાગે સુરત એરપોર્ટ પર આવશે. અહીંથી પાલિકાની મુખ્ય કચેરી પર જશે અને ત્યાં તેઓની સમક્ષ શહેરના ઇતિહાસની સાથે વિવિધ પ્રોજેક્ટ વગેરેનું પ્રેઝેન્ટેશન કરાશે. ત્યાર પછી કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં ખાતે જઇ શહેરની ટ્રાન્સપોર્ટેશન સુવિધા નિહાળશે. ઉપરાંત અલથાણ ખાડી ખાતે સાકાર કરવામાં આવેલા બાયોડાયવર્સિટી પાર્કની મુલાકાત લેશે.

ત્યાંથી ટીમ ભટારમાં ચાલતા પ્લાસ્ટીક પ્રોસેસીંગ પ્લાન્ટ અને છેલ્લે ઐતિહાસિક કિલ્લાની વિઝીટ કરનાર છે. ટૂંકમાં ફ્રાન્સની ટીમ ખાસ કરીને શહેરમાં પર્યાવરણને લઇ કરવામાં આવેલી કામગીરી જોશે. સમગ્ર દેશમાં માત્ર સુરતમાં જ ટીમ મુલાકાત લેશે. જે સુરત માટે ગૌરવની વાત છે. જેને લઇ કાર્યક્રમના એક દિવસ પહેલા 31 જાન્યુઆરીના રોજ કાર્યક્રમનું રિહર્સલ પણ કરવામાં આવનાર છે. 1લી ફેબ્રુઆરી સાંજે 7 કલાકે સુરત એરપોર્ટથી ડેલીગેટેસ દિલ્હી જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...