સુરતમાં હીરાના કારખાનામાં આગ:કતારગામમાં ડાયમંડ કંપનીમાં ચોથા માળે આગ, વહેલી સવારે આગ લાગતા ઈજા જાનહાનિ ટળી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોથા માળે આગ લાગી હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા લેડરનો ઉપયોગ કરીને પાણીનો મારો ચલાવાયો હતો. - Divya Bhaskar
ચોથા માળે આગ લાગી હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા લેડરનો ઉપયોગ કરીને પાણીનો મારો ચલાવાયો હતો.
  • પીપલ્સ ચાર રસ્તા પાસે સી દિનેશ ડાયમંડ કંપનીના સર્વર રૂમમાં આગ લાગી

સુરતના કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો. વહેલી સવારે છ વાગ્યાની આસપાસ સર્વર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સવારના સમયે અંદર કોઈ ન હોવાથી ઈજા દુર્ઘટના ટળી હતી.

વહેલી સવારે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કર્મચારીઓ નહોતા
વહેલી સવારે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કર્મચારીઓ નહોતા

ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો
કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલી સી દિનેશ ડાયમંડ નામની ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. ડાયમંડ કંપનીના ચોથા માળે સર્વર રૂમમાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ફર્નિચર ડોક્યુમેન્ટ કોમ્પ્યુટર સહિતની વસ્તુઓ મળીને ખાક થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

સવારના સમયે આગ લગતા દુર્ઘટના ટળી
સી દિનેશ ડાયમંડ ફેક્ટરીના માલિક જીગર દોશી છે. તેઓ હીરાની કંપની ચલાવે છે. સવારના છ વાગ્યા પહેલા આગ લાગી ગઈ હતી. સવારના સમયે આગ લાગી હોવાથી કંપનીમાં કર્મચારીઓની હાજરી નહિવત હતી. જેના કારણે કોઈ જાત દુર્ઘટના કે, જાનહાની સર્જાઇ નથી. માત્ર જરૂરી દસ્તાવેજો બળીને ખાક થયા હતા તથા ફર્નિચર સહિતનો સામાન બળી ગયો હતો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...