વિરોધ:સ્મીમેરમાં પડતર માગણીઓને લઈ ચોથા વર્ગના કર્મચારીઓના ધરણા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીન, સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદન પત્ર આપ્યું

સ્મીમેર હોસ્પિટલ મસ્કતી હોસ્પિટલ અને હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ શનિવારના રોજ પડતર માંગણીઓને લઈ સ્મીમેર હોસ્પિટલમાં ધરણા કરી વિરોધ વ્યકત કર્યો હતો. કોવિડમાં કરેલી કામગીરી માટે પ્રોત્સાહક રકમ આપવા, ત્રણ વર્ષ તાલીમાંર્થી તરીકે કરેલી કામગીરીને સળંગ નોકરી ગણવા, 20 વર્ષની નોકરી પુરી કરી હોય તેવા વોર્ડબોય અને આયા સ્વૈચ્છીક રાજીનામુ આપે તો તેમના આશ્રિતને નોકરી આપવા, સ્ટાફ ક્વાટર્સ આપવા તેમજ તમામ કર્મચારીઓને એક સરખી જાહેર રજા અપાઈ તેવી માંગણીઓ સફાઈ કામદાર મંડળ દ્વારા કરાઈ રહી છે.

શનિવારના રોજ કર્મચારી મંડળની આગેવાનીમાં ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. તેમજ ડીન અને સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જો તેમની માંગણીઓ નહી સંતોષાય તો આગામી 29મી સપ્ટેમ્બરના રોજ સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...