તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરોલી કોસાડથી 1700 કિમીનું અંતર 31 કલાકમાં ટ્રેનમાં કાપી 4 બંગાળી કારીગરોએ કેરળના કોચી શહેરમાં જવેલર્સની દુકાનમાંથી 3 કિલો સોનું અને 25 કિલો ચાંદી મળી 1.50 કરોડના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ચોરીમાં 4 ચોરો સામેલ હોવાની સીસીટીવી ફૂટેજ આધારે પોલીસને માહિતી મળી હતી. ચારેય રિઢાચોર ચોરીનાે માલ લઈ સુરત આવ્યાની માહિતી કોચી પોલીસને હતી. 10 દિવસ પહેલાં આરોપીઓને શોધવા માટે કોચી પોલીસ સુરત આવી હતી. કોચી પોલીસે ક્રાઇમબ્રાંચની મદદ લીધી હતી. ક્રાઇમબ્રાંચે ચારેય બંગાળી કારીગરો કોસાડ આવાસમાં રહેતા હોવાની અને તેના ફોન નંબર સહિતની માહિતી આપી હતી.
જો કે ચારેય ચોર કોચી પોલીસ આવે તે પહેલાં સુરતથી ફરાર થઇ ગયા હતા. મોબાઇલ સર્વલન્સ થકી ક્રાઇમબ્રાંચને ચારેય ચોર ભારત-બાંગ્લાદેશની સરહદ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. કોચી પોલીસ સુરતથી વિમાન માર્ગે તાત્કાલિક કલકતા પહોંચી હતી. જ્યાં ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર વોચ ગોઠવી હતી. જેમાં બબલુ શેખ પકડાયો હતો. જયારે તેના 3 સાગરિતો બાંગ્લાદેશ ભાગી ગયા છૂટ્યા હોવાનું જણાવ્યું છે. કોચી પોલીસે બંગાળી કારીગર બબલુની પૂછપરછ કરી હતી.
ચારેય આરોપીઓએ સોના ઘરેણાં સુરત ખાતે નાગોરીવાડમાં 3 સોનાના વેપારીને વેચ્યું હતું. જો કે વેપારીઓ કારીગરને ઓળખતા હોય પરંતુ તેઓને ખબર ન હતી કે સોનું ચોરીનું છે. જેથી કોચી સિટીની પોલીસ આરોપીને લઈ સુરત આવી નાગારીવાડમાં ત્રણેય વેપારી પાસેથી 3 કિલોમાંથી એકાદ કિલો સોનું કબજે કર્યુ છે. જયારે બાકીનું સોનું 3 બંગાળી કારીગરો પોતાની સાથે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
દિવાલમાં બાકોરૂ પાડી સોનું-ચાંદી ઉંચકી ગયા
કેરળના કોચી શહેરમાં જવેલર્સની દુકાનમાં ચાર આરોપીઓ બાજુની દુકાનમાં બાકોરૂ પાડી પ્રવેશ્યા હતા. ઘરેણાં મુકેલી તિજોરીનો અડધો ભાગ જમીનમાં હતો છતાં ચોર તિજોરી કાપી કરોડોના ઘરેણાં ચોરી ગયા હતા.
3 સાગરિત ટ્રેનમાં બેસી બાંગ્લાદેશ જવા નીકળ્યા
કરોડોનો ચોરીનો મુદામાલ વેચવા માટે ચારેય સુરત આવ્યા બાદ 3 સાગરિત ટ્રેનમાં બાંગ્લાદેશ જવા નીકળ્યા હતા. જયારે મુખ્ય સૂત્રધાર બબલુ શેખ ફલાઇટમાં કલકતાથી બાંગ્લાદેશ નીકળ્યો હતો. બબલુ શેખ સહિત ચારેય જણા સુરતમાં કોસાડ આવાસમાં રહેતા અને સોનાના ઝવેરાતના કારીગરો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.