સંક્રમણ ફેલાયું:કુલપતિના સંપર્કમાં આવેલા તેમનાં પત્ની સહિત યુનિવર્સિટીના 4 કર્મચારીઓ પણ સંક્રમિત

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 42 કર્મચારીના RTPCR ટેસ્ટ કરાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં કરવામાં આવેલી સુશાસન દિવસની ઉજવણી બાદ કુલપતિ કોરોના પોઝીટીવ આવ્યા હતા. જ્યારે કુલપતિના પત્ની તથા તેમના સંપર્કમાં આવેલા યુનિવર્સિટીના 8 લોકો પણ પોઝિટિવ આવતા યુનિવર્સિટીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં સુશાસન દિવસની ઉજવણી બાદ કુલપતિ કે.એન. ચાવડાને શરદી-ખાંસી થયા હતા. બે રેપિડ ટેસ્ટ બાદ આરટીપીસીઆર ટેસ્ટમાં કુલપતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુલપતિને પોતાના સંપર્કમાં આવેલા અધિકારી તથા કર્મચારીને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી હતી. કુલપતિ કોરોનાગ્રસ્ત થતા તેમના સંપર્કમાં આવેલા 42 જેટલા કર્મચારીના આરટીપીસીઆ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ જોતાં હવે યુનિવર્સિટીના કર્મચારીઓ પણ પોઝિટિવ આવવા લાગ્યા છે.

કુલપતિ બાદ તેમના પત્ની અને પુત્રી તેમજ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ જયદીપ ચૌધરી, એકાઉન્ટ વિભાગના કર્મચારી પંકજ ટંડેલ, સોિશ્યલોજી વિભાગના અધ્યાપક મધુકર ગાયકવાડ તેમજ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના અધ્યાપક વિભૂતિ દેસાઇ પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાનંુ જાણવા મળ્યંુ છે. આ ઉપરાંત કમ્પ્યુટર સાયન્સ વિભાગના ડો. અપૂર્વ દેસાઇ, એનએસએલના પ્રકાશ ચંદ્ર મળી કુલ 8 જણાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલ અને ફાઇનાન્સની બેઠક છેલ્લી ઘડીએ રદ કરી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મુખ્ય વહીવટી અધિકારી એવા કુલપતિ અને કુલસચિવ જ કોરોનાગ્રસત થઈ ગયા હોવાથી યુનિવર્સિટીએ છેક છેલ્લી ઘડીએ એકેડમિક કાઉન્સિલ અને ફાઇનાન્સની બંને બેઠકો રદ કરવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...