તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગુરકુલ જ્યોતિષના નામે 32.40 લાખ પડાવી લેનાર ચાર ઠગો યુપીના કોલ સેન્ટરથી ઝબ્બે

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 15 લાખ ફ્રીઝ, હરિયાણા- વડોદરામાં ચીટીંગ કરી, આંકડો કરોડોમાં હોવાની આશંકા

ગુરૂકુલ જ્યોતિષ નામથી સંસ્થા ઊભી કરી આંતરરાજ્ય ટોળકીએ આધેડને વિના વ્યાજે લોન આપવાનું કહી 32.40 લાખ પડાવ્યા હતા. સાયબર ક્રાઇમે યુપીના ગાજીયાબાદના કોલ સેન્ટરમાંથી 4 ઠગોને પકડી પાડયા હતા. ટોળકી પાસેથી સાયબર ક્રાઇમે 15.19 લાખની રકમ ફ્રીઝ કરી છે. ચારેય આરોપી ટેલીકોલરનું કામ કરે છે. લોનની લાલચ આપી લોકોને ફસાવતા હતા. ચારેયનો પગાર 12 હજાર છે. કમિશન 4 હજાર મળતો હતો. હજુ મુખ્ય 3 સાગરિતો ફરાર છે. તે પકડાય તો ગુરુકુલ જ્યોતિષના નામથી બેંક ખાતું કોણ ઓપરેટર કરે છે તેની હકીકતો બહાર આવી શકે છે. ટોળકીએ હરિયાણા અને વડોદરામાં પણ ચીટીંગ કર્યુ છે. ચીટીંગનો આંક કરોડોમાં હોવાની આશંકા છે.

પકડાયેલા આરોપીઓના નામો
1 મીન્ટુ ચંદેશ્વર રાય(30), 2 અભિષેક દેવપૂજન રાય(32), 3 અજીત હરેન્દ્ર પ્રસાદ(25), 4 બિપુલ પુરેન્દ્ર પાંડે(41), (તમામ રહે,એફ બ્લોક,વૈશાલી સેક્ટર-3,ગાંજીયાબાદ,યુપી, મૂળ રહે,બિહાર)

વિના વ્યાજે 50 લાખની લોનમાં રૂપિયા ગુમાવ્યા
પિપલોદના બ્રજકિશોર દાસને દિપક શાસ્ત્રી નામના યુવકે ફોન કરી પોતાની ઓળખ ગુરુકુલ જ્યોતિષ અને વૈદિક નારાયણ જ્યોતિષ સંસ્થાન( અયોધ્યા)ના મેનેજર તરીકે આપી હતી. તેણે બ્રજકિશોરને કહ્યું કે સંસ્થા વિના વ્યાજે 50 લાખની લોન આપે છે. આથી તેઓ લોન લેવા માટે તૈયાર થતા ટોળકીએ પહેલા 15 લાખ રૂપિયા સંસ્થામાં ડિપોઝિટ પેટે જમા કરાવ્યા હતા. પછી ટુકડે ટુકડે કરી 32.40 લાખની રકમ સંસ્થાના ખાતામાં જમા કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો