ભાસ્કર વિશેષ:દિવાળી-છઠપૂજા માટે ગોવા અને સુબેદારગંજ સહિતની ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, 22મીથી 5 અઠવાડિયા સુધી શિડ્યુલ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દિવાળી દરમિયાન શહેરમાંથી ઉત્તરભારત-દક્ષિણ તથા ગોવા માટે વધુ ભીડ

આગામી દિવાળીના તહેવાર તેમજ અને છઠપૂજાની ઉજવણીને ધ્યાને રાખેની પશ્ચિમ રેલવે દ્વારા 4 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનો જાહેર કરવામાં આવશે. રેલવે દ્વારા સુરત-સુબેદારગંજ અને સુરત-કરમાલી (ગોવા) સહિત 4 સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખી રેલવે દ્વારા આ 4 ટ્રેનોના શિડ્યુલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે એવી આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી છે.

ચારેય ટ્રેનોના શિડ્યુલ આ પ્રમાણે રહેશે
સુરત-સુબેદારગંજ સ્પેશયલ ટ્રેન :
આ ટ્રેન ઓક્ટોબરની 22મી અને 29મીએ તેમજ નવેમ્બરની 5, 12, 19 અને 26મીએ દોડાવાશે. આ ટ્રેન સવારે 6 વાગ્યે સુરતથી રવાના થઈ બીજા દિવસે સવારે 7.50 વાગ્યે સુબેદાર ગંજ પહોંચશે.

સુરત-કરમાલી (ગોવા) સ્પેશ્યલ ટ્રેન : આ ટ્રેન સુરતથી 26મી ઓક્ટોબર અને 2,9,16,23 અને 30મી નવેમ્બરે સુરતથી રાત્રે 8.52 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1 વાગ્યે કરમાલી પહોંચશે.

બાંદ્રા-મઉ સ્પેશ્યલ ટ્રેન : આ ટ્રેન 26 ઓક્ટોબર અને 2,9 તેમજ 16 નવેમ્બરે બાંદ્રાથી રાત્રે 10.25 વાગ્યે ઉપડશે.રાત્રે 3.17 વાગ્યે સુરત આવશે અને ત્રીજા દિવસે સવારે 9 વાગ્યે મઉ પહોંચશે.

​​​​​​​બાંદ્રા-સુબેદારગંજ સ્પેશ્યલ ટ્રેન : આ ટ્રેન 27 ઓક્ટોબર અને 3, 10, 17 તેમજ 24 નવેમ્બરે દોડાવાશે. જે બાંદ્રાથી સાંજે 7.25 વાગ્યે ઉપડી રાત્રે 11.27 વાગ્યે સુરત પહોંચશે.સુરતથી બીજા દિવસે રાત્રે 10.20 વાગ્યે સુબેદારગંજ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...