તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અઠવાલાઇન્સ કોર્ટ પરિસરમાંથી યુવકનું અપહરણ કરનારા 4 સાગરિતો ઝડપાયા

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કડોદરા તાતીથૈયા શિવ રેસિડેન્સીમાં રહેતા અજય આહિર સામે વર્ષ 2020માં નોંધાયેલા હત્યા કેસની મુદત હોવાથી ભાઈ અને બે મિત્રો સાથે કોર્ટમાં ગયો હતો. અઠવાલાઇન્સ કોર્ટ પરિસરમાં અજયે જેની હત્યા કરી તે અલ્તાફનો ભાઈ તેમજ સગા સંબંધી અબરાર ઉર્ફે લસ્સી, અકરમ, આજમ અત્તારે કોર્ટની કાર્યવાહી પૂરી થયા બાદ બહાર નીકળ્યા હતા.

ત્યારે અજય અને તેના ભાઈઓ ઘરે જવા નીકળ્યા ત્યારે કોર્ટ બિલ્ડંગના પાર્કિંગમાં આકાશના ગળે ચપ્પુ મૂકી અજય આહિરનું અપહરણ કર્યું હતું. ભાઠેનામાં લઈ જઈ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ગુનામાં પંચશીલનગર ભાઠેના ખાતે રહેતા મોહંમદ અત્તાર મોહંમદ હસન, મોહંમદ અબરાર ઈબ્રાહીમ શેખ, મોહંમદ આઝમ કૌશર શેખ, મોહંમદ અકરમ કૌશર શેખને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...