તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:GST અધિકારી, એડવોકેટ સહિત 4 ને જેલમાં ધકેલાયા, રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • GST નંબર ચાલુ કરવા 2 લાખની લાંચનો કેસ

રૂપિયા બે લાખની લાંચના કેસમાં સંડોવાયેલાં જીએસટીના નાયબ કમિશનર સહિત કુલ ચાર આરોપીઓના આજે એક દિવસના રિમાન્ડ પુરા થતાં તમામને કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં પોલીસે વધારાના રિમાન્ડ નહીં માગતા તમામને જેલ કસ્ટડીનો હુકમ કરાયો હતો. બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ હાજર રહ્યા હતા.

ફરિયાદીનો જીએસટી નંબર ચાલુ કરાવવા માટે અધિકારી નરસિંહ પાંડોરે રૂપિયા બે લાખની લાંચ માગી હતી અને એક લાખમાં ડીલ નક્કી થઈ હતી જો કે, એસીબીએ છટકું ગોઠવીને અારોપી GST અધિકારી પાંડોર ઉપરાંત એડવોકેટ કિશોર પટેલ ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલ સહિત ચારની ધરપકડ કરી હતી.

અધિકારીના કોલની તપાસ કરવામાં આવશે
એસીબીએ સમગ્ર કેસમાં અધિકારીની કોલ ડિટેઇલ્સની પણ તપાસ શરૂ કરી છે. આ સાથે બેન્કોમા કેટલી રોકડ છે, કેટલાં એકાઉન્ટ છે તેની માહિતી મેળવવા માટે પણ બેન્કોને લેટર લખાયા છે. ઉપરાંત કેટલી મિલકતો અધિકારીના નામે છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે રદ થયેલાં નંબર માટે બે લાખ રૂપિયા માગવામાં આવવાનો આ મામલો જીએસટીમાં ખાસ્સો ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...