ફલાઇટ રદ:આજે ચાર ફલાઇટ રદ, માત્ર ઇન્ડિગો ફ્લાઇટ દિલ્હી જશે, શુક્રવારે પણ 3 ફ્લાઇટ કેન્સલ થઇ હતી

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવારે સ્પાઇસ જેટ એરલાઇન્સની ચાર ફલાઇટ રદ કરાય છે. તે સાથે ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હીની ફલાઇટને કાર્યરત રખાતા સુરત એરપોર્ટથી એક જ ફલાઇટ ટેકઓફ થનારી છે. ઇન્ડિગો એરલાઇન્સને દિલ્હીની અને સ્પાઇસ જેટ એરલાઇન્સને મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઇ એમ ચાર ફલાઇટ ઓપરેટ કરવા માટે મંજૂરી મળી છે. દરમિયાન શુક્રવારે સ્પાઇસ જેટ એરલાઇન્સની મુંબઇ જયપુર અને હૈદરાબાદની ફલાઇટ રદ હતી જેથી સ્પાઇસ જેટ એરલાઇન્સે દિલ્હીની અને ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હીની ફલાઇટ ઓપરેટ થઈ છે જેમાં સ્પાઇસ જેટ એરલાઇન્સની ફલાઇટમાં દિલ્હીથી 19 પેસેન્જર સુરત આવ્યા છે અને 66 પેસેન્જરો સુરતથી દિલ્હી ગયા છે. તેવી જ રીતે ઇન્ડિગો એરલાઇન્સની ફલાઇટમાં દિલ્હીથી 39 પેસેન્જર સુરત આવ્યા છે અને 48 પેસેન્જર દિલ્હી ગયા છે. દિલ્હીની બન્ને ફલાઇટથી સુરત આવનારા 58 પેસેન્જરની એસએમસીએ મેડિકલ તપાસ કરી હોમ કોરોન્ટાઇનનો સિક્કો મારી કોરોન્ટાઇન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...