નશામુક્તિ કેન્દ્રમાં ધમાલ:સુરતના નશો છોડાવવા આવેલા બેંક મેનેજરની કેન્દ્રના ચાર કર્મચારીઓએ મુક્કા મારી આંખ ફોડી નાખી

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવકને આંખના ભાગે માર પડતાં દ્રષ્ટિ ગુમાવવી પડી હતી. - Divya Bhaskar
યુવકને આંખના ભાગે માર પડતાં દ્રષ્ટિ ગુમાવવી પડી હતી.
  • કેન્દ્ર દ્વારા જણાવાયું કે, યુવક ધમાલ કરતો હોવાથી ઈજા પહોંચી છે

સુરતના ડુમસમાં આવેલા ભાટિયા ફાર્મ બંગલામાં નશામુક્તિ કેન્દ્રના ચાર કર્મચારીઓએ દિલ્હીના એક યુવકને મારમારી આંખ ફોડી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ ચાર મહિના સુધી પરિવારને મળવા અને ફોન પર વાત પણ કરવા ન દેવાઈ હોવાનું પીડિત પરિવારે જણાવ્યું છે. ડુમસ પોલીસે તમામ પ્રકારના રિપોર્ટ સાથે ફરિયાદ આવતા ગુનો નોંધી ચારેયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આંખ પર મુક્કો માર્યો હતો
ડુમસ પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હી લક્ષ્મી નગર પાસે પાંડવ નગરમાં રહેતી અને નર્સરી સ્કૂલ ની સંચાલક કંચનકુમારી શંભુશરણ સિંહ એ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ડુમ્મસના ભાટીયા ગામ બંગલા નંબર 213 માં આવેલા નશામુક્તિ કેન્દ્રમાં ભાઈ રાહુલ સિંહને સોહેલ, સાઈ અને તેની સાથેના 2 અજાણ્યા શખ્સોએ પકડી રાખી સાંઈ નામના યુવકે ભાઈ રાહુલ સિંહ ને ડાબી આંખ ઉપર મુકો મારી આંખ ફોડી નાખી છે. જેથી હાલ રાહુલને ડાબી આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. તેની સાથેના બે વ્યક્તિઓએ રાહુલ સિંહને ઢિક્કામુકીનો માર માર્યો છે. ત્યારબાદ આ વાત કોઇને કહીશ તો હજી તો એક જ આંખ ફૂટી છે. આગળ જતાં બીજી આંખ પણ ફુટી જશે તેવી ધમકી આપી હતી. કંચનકુમારી સિંહની ફરિયાદ લઇ આ ચારે સામે તપાસ ચાલી રહી છે.

યુવકને આંખની સાથે સાથે જમણા પગે ઈજા પહોંચી હતી.
યુવકને આંખની સાથે સાથે જમણા પગે ઈજા પહોંચી હતી.

ન્યાય માટે લડીશું
કંચન સિંહએ વધુમાં જણાવ્યું હતું કે, ભાઈ રાહુલ અંકલેશ્વરની પંજાબ નેશનલ બેન્કમાં મેનેજર છે. સતત દારૂ પીવાની આદત પડી જતા અને ભોજન બંધ કરી દેતા અમે ગૂગલ સર્ચ કરી ભાટિયાના નશામુક્તિ કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા. ભાઈને દાખલ કરાવ્યા બાદ અમે વારંવાર મળવા આવતા હતા, પણ અમને રાહુલ સાથે મુલાકાત કરાવતા ન હતા. તેમજ ફોન પર પણ વાત કરવા દેતા ન હતા. ચાર મહિના બાદ ઘરે દિલ્હી આવેલા ભાઈ એ પોતાની સાથે થયેલી આપવિતી જણાવતા અમે ભાઈ રાહુલની આંખના તમામ રિપોર્ટ કઢાવતા વાસ્તવિકતા સામે આવી છે. આ બાબતે પૂછતાં કેન્દ્રના સંચાલકો કહે છે કે, રાહુલ ઘરે જવાની જીદ કરતો હતો અને ધમાલ કરતો હતો એમાં તેને ઇજા થઇ છે. અમે ભાઈનો દારૂ છોડાવવા 4 મહિનામાં 3 લાખ ભર્યા છે. ફાઈવ સ્ટાર નશામુક્તિ કેન્દ્રમા જો આવા કડવા અનુભવ થાય તો હવે ન્યાય માટે લડીશું.