છેતરપિંડી:દિલ્હીના ચાર વેપારીએ ઉધારમાં કાપડ ખરીદી19 લાખ ન ચૂકવ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2018માં વેચેલા ડ્રેસ-મટિરિયલના નાણાં માગ્યાં તો ધમકાવ્યા

દિલ્હીની મહિલા વેપારી અને દલાલ સહિતા ચાર જણાએ સુરતના ક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટના વેપારી પાસેથી ઉધારમાં ડ્રેસ મટીરીયલ્સ ખરીદીને રૂપિયા ન ચૂકવીને 18.90 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોડાદરામાં રાજ પેલેસમાં રહેતો બંવરલાલ નથમલ શર્મા કાપડનો વેપાર કરે છે.

સલાબતપુરામાં ક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટમાં તેમની ફર્મ છે. આરોપીઓ રાજ તોમર અને મોનિકા તોમર( બેલા ક્રિએશનના ડિરેક્ટર, રહે, શાહદરા, દિલ્હી) પુરણસિંહ( કનક સારી પ્રોપ્રાયટર, રહે. બનાસકાંઠા) અને રાકેશ તોશ્યાન( કાપડ દલાલ)એ 2018માં સુરતમાં ભંવરલાલની દુકાને આવ્યા હતા. તેઓએ ઉધારમાં 18.90 લાખનું ડ્રેસ મટીરિયલ્સ ખરીદ્યું હતું. તેનું પેમેન્ટ ચારેયએ કર્યું ન હતું.

ભંવરલાલે પેમેન્ટ માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભંવરલાલે ચારેય આરોપીઓ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની તપાસ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...