તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:થર્ટી ફર્સ્ટ ઉજવવા કારના બોનેટમાં લવાતો દારૂ સાથે ચારની ધરપકડ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • VIP રોડ પર પોલીસે ચેકિંગમાં કારને અટકાવતા દારૂ મળ્યો

થર્ટી ફર્સ્ટની તૈયારીના ભાગરૂપે કારના બોનેટમાં એન્જિન સહિત અલગ અલગ ભાગોમાં અને વિમલના કોથળામાં છુપાવીને શહેરમાં દારૂ ઘુસાડતા 4 બુટલેગરને ખટોદરા પોલીસે 1 લાખના દારૂ સાથે ઝડપ્યા છે. વીઆઇપી રોડ સેટોંસા હાઇટ્સ પાસે પોલીસે એક કારને બુધવારે મોડી સાંજે અટકાવી ચેકિંગ કરતા સીટની નીચે તેમજ કારનું બોનેટ તપાસ કરી તો એન્જિનની બાજુના ખાચામાંથી ઉપરાંત અન્ય ભાગોમાં છુપાવેલાે 41600ની દારૂની બોટલો મળી હતી.

પોલીસે બુટલેગર રીકું સુરેન્દ્રસીંગ રાજપૂત (રહે.પાલ), રાજેશ રાજપૂત (રહે.પાંડેસરા) તથા અનિલ સુરેશ શર્મા (રહે.ફલોરા એવેન્યુ, પાલ)ની ધરપકડ કરી છે. અનિલ શર્મા કારમાં દારૂની બોટલો રાખી મોબાઇલ પર સંપર્ક કરી હોમ ડીલીવરી કરે છે. આ સિવાય કેનાલ રોડ પર કારમાંથી 50 હજારનો વિદેશી દારૂ વિમલના કોથળામાંથી મળ્યો હતો.કાર નંબરના આધારે પોલીસે પરેશ વસંત ઢેંગરાવાલા (રહે.બેઠીકોલોની,ભાઠેના)ની ધરપકડ કરી હતી.

ચુસ્ત બંદોબસ્ત છતાં હેરાફેરી
આ બનાવમાં નવાઇની વાત એ છે કે, દમણથી સુરતમાં આવવા માટે હાઇવે પર ઠેર ઠેર પોલીસનો બંદોબસ્ત હોય અને ચેકિંગ પણ હોય છે અને ચેક પોસ્ટ આવતી હોય છતાં દમણ અને સેલવાસથી દારૂ ભરેલી કારની જાણે કોઈ ચેકિંગ થતી ન હોય એવુ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો