• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Four Arrested Who Caused A Loss Of 13.2 Lakh By Guaranteeing Triple Profit By Investing In Future Options In The Share Market

સુરતના ક્રાઈમ ન્યુઝ:શેર માર્કેટમાં ફ્યુચર ઓપ્શનમાં રોકાણ કરવાથી ત્રણ ગણો નફો થશે તેવી ગેરંટી આપી 13.2 લાખનું નુકસાન કરાવનાર ચાર ઝડપાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયબર ક્રાઇમે એક મહિલા સહિત કુલ ચારને ઝડપી લીધા હતા. - Divya Bhaskar
સાયબર ક્રાઇમે એક મહિલા સહિત કુલ ચારને ઝડપી લીધા હતા.
  • વોલ્યુમમાં વધારો કરવાનો જણાવી 2.5 લાખ મેળવી છેતરપિંડી કરવામાં આવી હતી

સુરતમાં શેર બજારમાં ફ્યુચર ઓપ્શનમાં રોકાણ કરવાથી ત્રણ ગણો નફો થશે અને આ નફો સો ટકા ગેરંટી થી કરાવી આપવામાં આવશે. તેવી લોભામણી લાલચ આપીને 13.2 લાખનું નુકસાન કરાવનાર ચારને પોલીસે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ દ્વારા વોલ્યુમ માં વધારો કરવાનો જણાવી 2.5 લાખ મેળવીને છેતરપિંડી કરવામાં આવી હતી.

ફોન પર વાત કરવામાં આવતી હતી
આરોપીઓ દ્વારા મોબાઈલ નંબર ઉપરથી ફોન કરી વાતચીત કરવામાં આવતી હતી. વાતચીત કરનાર અંકિત પટેલ દલાલ સ્ટ્રેટ કંપનીમાંથી બોલતા હોવાનું કહિ તેઓની કંપની ફ્યુચર ઓપ્શનમાં ડીલ કરે છે, અને તેમાં રોકાણ કરવાથી ત્રણ ગણો નફો કરાવવી આપશુ. તેવી ગેરંટી આપવામાં આવી હતી. બેંક નિફ્ટીમાં રોકાણ કરવાની ટીપ્સ આપી 13.2 લાખનું રોકાણ કરાવી તેમાં નુકસાન કરાવ્યું અને નુકસાન ન થાય તે માટે વોલ્યુમમાં વધારો કરાવી 2.5 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

ચાર આરોપી ઝડપાયા
સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફરિયાદના આધારે ચેતન કાળું ધોકિયા, હિરેન કાળું ધોકિયા, સૌરભ શિવનાયક દૂબે અને અનિતા છનાભાઇ ચોવટીયાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ પાસેથી 34.24 લાખ રીકવર કરવામાં આવ્યા હતા.

પિસ્તોલ સાથે ઝડપાયેલા આરોપીની પોલીસે વધુ તપાસ
પિસ્તોલ સાથે ઝડપાયેલા આરોપીની પોલીસે વધુ તપાસ

પિસ્તોલ સાથે એક ઝડપાયો
કુખ્યાત ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ પેન્ટર ઉર્ફે ઇસ્માઇલ ગુર્જરના સાગરીતોને એક પિસ્તોલ અને ત્રણ કાર્ટીઝ તથા ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યો હતો.બાતમીના આધારે રાંદેર ટાઉન માંડવી ઓવારા,ભવાની શંકર મંદીર પાસે નર્મદ ગાર્ડનની સામે જાહેરમાંથી આરોપી મોહંમદ માહીર મોહંમદ સફી મલેક બનાવટની પિસ્તોલ તથા કાર્ટીઝ-3 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલ આરોપીની પુછપરછ કરતા કબુલાત કરેલ કે “ઇસ્માઇલ ગુર્જર અને અન્નુ કેસેટ રહેવાસી-કોસાડ આવાસ અમરોલી બન્ને વચ્ચે ચાલતા ઝઘડાઓ માટે ઇસ્માઇલ ગુર્જર લાવેલ અને રાખવા સારૂ પોતાને આપેલ” હોવાનુ જણાવ્યું હતું. આરોપી પાસેથી હાથ બનાવટની મેગઝીનવાળી પિસ્તોલ કિંમત રૂપિયા: 20000/ ત્રણ જીવતી કારતુસ કિમત રૂપિયા 300મળી આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...