સુરતના ક્રાઈમ ન્યુઝ:સુરતમાં વાહન ચોરી કરતા ચાર ઝડપાયા, ત્રણ આરોપી સગાભાઈ, 1.90 લાખની મત્તા કબ્જે કરાઈ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓને પકડી લઈને વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
આરોપીઓને પકડી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના સિંગણપોર ડભોલી પોલીસે વાહનચોરી કરતા 4 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક ટેમ્પો, એક મોપેડ અને બે બાઈક કબજે કરી હતી અને પોલીસ તપાસમાં સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો

1.90 લાખની મત્તા કબ્જે કરાઇ
સિંગણપોર પોલીસ મથકમાં વાહનચોરી અંગે બે ગુના નોંધાયેલા હતા. આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમ્યાન સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીના આધારે હેમંત ઉર્ફે રાહુલ પ્રકાશચંદ્ર ખટીક, મહેન્દ્ર નારાયણલાલ ખટીક, પંકજ નારાયણલાલ ખટીક અને મહાવીર નારાયણ લાલ ખટીકને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી એક ટેમ્પો, એક મોપેડ અને બે બાઈક મળી કુલ 1.90 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસ તપાસમાં સીંગણપોર ડભોલી પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.

ત્રણ આરોપી સગા ભાઈ
પોલીસ તપાસમાં ઝડપાયેલા 4 આરોપી પૈકી 3 આરોપી સગા ભાઈ છે. તેઓ પાણીના કેરબા વેચવાના બહાને ટેમ્પામાં ચોરી કરેલા વાહનો મૂકી ફરાર થઇ જતા હતા. આ ઉપરાંત તેઓએ કરેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...