તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાંડેસરામાં કર્ફ્યુમાં બર્થડે ઉજવતા ચારની ધરપકડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દુકાનના ઓટલા પર જાહેરમાં કેક કાપી રહ્યા હતા

પાંડેસરામાં દુકાનના ઓટલા પર કર્ફયુમાં મોડીરાતે જન્મ દિવસની ઉજવણી કરતાં 4 યુવકો સામે પાંડેસરા પોલીસે જાહેરનામા ભંગ હેઠળનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે શકિતનગર સોસાયટીના નાકા પર મોડીરાતે કેટલાક યુવકો દુકાનના ઓટલા પર બેસી જન્મ દિવસની ઉજવણી કરતા હતા. આથી પોલીસે બર્થ ડે બોય સહિત 4 યુવકોની સામે કાર્યવાહી કરી હતી.

પોલીસે જણાવ્યું કે, રોહનસિંહ રાજપૂતનો 24મી તારીખે બર્થ ડે હતો. આથી તેના મિત્રો રાત્રે બાર વાગ્યા પછી ભેગા થયા હતા. રોહનસિંહ તેના મિત્રો સાથે દુકાનના ઓટલા પર કેક કાપી જન્મદિવસની ઊજવણી કરતા હતા. તે સમયે ત્યાં પોલીસ આવી પહોંચી હતી. પાંડેસરા પોલીસે બર્થડે બોય રોહનસિંહ વિધ્યપ્રતાપ રાજપુત(23), અમન ગિરીશ પ્રજાપતિ(20)(બન્ને રહે,શકિતનગર,ગોવાલક રોડ,પાંડેસરા),રાજ બાબુલાલ ત્રિપાઠી(24)(રહે,તૃપ્તિનગર, પાંડેસરા) અને પ્રિન્સ ઈન્દ્રેશ શુક્લા(22)(રહે,હરીઓમનગર સોસા,પાંડેસરા)ની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...