તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળા પર અત્યાચાર:સુરતમાં સાડા ચાર વર્ષની બાળકી પર હેવાનિયત, દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય બાદ યુવકે હત્યા કરી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાળકીનો મૃતદેહ મળતા પરિવારનું હૈયાફાટ રૂદન. - Divya Bhaskar
બાળકીનો મૃતદેહ મળતા પરિવારનું હૈયાફાટ રૂદન.
  • 27 વર્ષીય આરોપી મૃતક બાળકીના ઘરની નજીક જ રહેતો હતો

સુરતના હજીરામાં સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બાળકીના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે, આરોપી યુવકે બાળકી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કર્યું હતું. ત્યારબાદ પથ્થર મારી બાળકીનું ગળું અને મોઢું દબાવી હત્યા કરી હતી. પોલીસે 27 વર્ષના સુજીત કુમાર નામના આરોપીની ધરપકડ કરી હતી.

ઘટના શું હતી?
સુરત હજીરા ગામના સીંગોતર માતાના મંદિર નજીક આવેલા માતા ફળિયામાં બે દિવસ પહેલાં એક સાડા ચાર વર્ષની બાળકી શંકાસ્પદ રીતે મોતને ભેટેલી હાલતમાં મળી આવતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાની વાત પ્રસરતા લોકો ભેગા થઈ ગયા હતા. જેને લઈ હજીરા પોલીસે તાત્કાલિક બંદોબસ્ત મૂકી દીધો હતો. એટલું જ નહીં પણ બાળકીના પ્રાઈવેટ પાર્ટ અને માથાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમમાં બાળકી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કરાયું હોવાનું સામે આવ્યું છે અને પથ્થર મારી ગળું અને મોઢું દબાવી હત્યા કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

આરોપીએ પોલીસ પૂછપરછમાં ગુનો કબૂલ્યો
હજીરામાં બનેલી અમાનુષી ઘટનામાં પોલીસે 27 વર્ષના સુજીત કુમાર નામના આરોપીની ધરપકડ કરી હતી. ડીસીપી વિધિ ચૌધરીના જણાવ્યા પ્રમાણે આરોપી સુજીત મધ્યપ્રદેશના રિવાનો રહેવાસી છે. મૃતક બાળકીના ઘર નજીક જ રહેતો હતો. પોલીસે અન્ય શંકાસ્પદો સાથે સુજીતને પણ લઇ જઇ પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો. કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા સુજીતની ધરપકડ કરાઇ હતી.સુજીત હજીરાની ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો.

બાળકીના ઘર નજીક પોલીસ બંદોબસ્ત મૂકવો પડ્યો હતો.
બાળકીના ઘર નજીક પોલીસ બંદોબસ્ત મૂકવો પડ્યો હતો.

પરિવારને કહી દેશે એવી બીકે હત્યા કરી
પોલીસને બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં અમાનુષી અત્યાચારના પુરાવા મળ્યા હતા. સાડા ચાર વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ કરવાની સાથે ઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.બાળકી આખી પાપલીલા પરિવારજનોને જણાવી દેશે એવી બીકે બાળકીની ક્રૂર રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારાએ બાળકીનું મોઢું દબાવી હત્યા કરી દીધી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઉપરાંત બાળકીના શરીર પર 15 જેટલા નાના મોટા ઘા પણ જોવા મળ્યા હતા.

શંકાસ્પદની અટકાયત બાદ પૂછપરછ કરતા ગુનો કબૂલ્યો હતો.
શંકાસ્પદની અટકાયત બાદ પૂછપરછ કરતા ગુનો કબૂલ્યો હતો.

બાળકી કુદરતી હાજતે જવા નીકળી હતી
પરિવારે જણાવ્યું હતું કે, એમપીના રહેવાસી છે અને ઘણા સમયથી હજીરામાં મજૂરી કામ કરી પેટિયું ભરતા આવ્યા છે. આ મોટી દીકરી હતી. ત્યારબાદ એક દીકરી અને એક દીકરો છે. આજે આ દીકરી કુદરતી હાજતે જવાનું કહીને નીકળી હતી. માતા રસોઈ બનાવતી હતી. ત્યારબાદ અચાનક ગૂમ થઈ ગયા બાદ બપોરે મૃત હાલતમાં મળી આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો