ભેદ ઉકેલાયો:સુરતના વેસુમાં યુવકના ગળે ચપ્પુ રાખી 12.40 લાખની લૂંટ ચલાવનાર કિશોર સહિત ચાર આરોપીઓ ઝડપાયા

સુરતએક મહિનો પહેલા
ગુન્હો બન્યાના ગણતરીના સમયમાં પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતાં.
  • યુવકના શરીરે ઈજા પહોંચાડી આરોપીઓ નાસી ગયાં હતાં
  • પોલીસે CCTV કેમેરાની મદદથી આરોપીઓને ઝડપી લીધા

સુરતના વેસુ વીઆઈપી રોડ પર રોકડા રૂપિયા 12.40 લાખ આપવા ગયેલા યુવાન પર ચાકુ વડે હુમલો કરી લૂંટ ચલાવનાર ચારેય ઇસમોને પોલીસે પકડી આગળની તપાસ હાથ ધરી છે. ઉમરા પોલીસે માત્ર બે જ દિવસમાં લૂંટમાં સામેલ કિશોર સહીત ચાર આરોપીઓને ઝડપી પાડી રોકડ રકમ પણ કબ્જે કરી પ્રસન્સનીય કામગીરી કરી હતી.

પકડાયેલા ચારમાંથી એક આરોપી કિશોર વયનો છે.
પકડાયેલા ચારમાંથી એક આરોપી કિશોર વયનો છે.

રૂપિયા ન હોવાથી આરોપીઓએ યુવકને બંધક બનાવેલો
મોહમદ આદીલ જાવેદબાઈ દેરડીવાલા (રહે અડાજણ પાટિયા પાસે સાનિયા રેસિડેન્સી)ફેબ્રીક્સ નામથી પેઢી ધરાવે છે. જેમાં એચપીસીએલ ની ડ્રીસ્ટ્રીબ્યુશનશીપ ધરાવી ઓઇલનો વેપાર ધંધો કરે છે. તેમની ઓફીસમાં કામ કરતા શેખ મુનીર ઉર્ફે જમાલ હનીફીદ શેખ તથા મોહંમદ તનવીર ગુલામમોજુદ્દીન શેખ બે દિવસ અગાઉ કાળા કલરની સી.બી.ઝેડ બાઈક પર બેસી રોકડા રૂપીયા 12.40 લાખ ભરેલી કાળા કલરની બેગ લઈ વેસુ વી.આઇ.પી. રોડ પાસે નિમેષભાઈ શાહને પૈસા આપવા ગયા હતા.નિમેષભાઈ આવ્યા ન હોવાથી તેઓ ત્યાં ઉભા હતા. ત્યારે એક નંબર પ્લેટ વગરની સ્પલેન્ડર મો.સા ઉ૫૨ આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ બન્ને કર્મચારીઓ સાથે મારામારી કરી છરી જેવા સાધનથી મોહંમદ તનવીરને પેટના ભાગે તથા શરીરના બીજા ભાગ ઉપર ગંભીર ઈજા કરી 12.40 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

પોલીસ કમિશનરે આરોપીઓ અને તેમની મોડસ ઓપરેન્ડી વિષે માહિતી આપી હતી.
પોલીસ કમિશનરે આરોપીઓ અને તેમની મોડસ ઓપરેન્ડી વિષે માહિતી આપી હતી.

મુદ્દામાલ રિક્વર કરાયો-પોલીસ
અજય તોમર (પોલીસ કમિશનર) એ જણાવ્યું હતું કે, બનાવને પગલે ઉમરા પોલીસે તાત્કાલિક સીસીટીવી કેમરાની મદદ લઇ અલગ અલગ દિશામાં તપાસ માટે ટિમો રવાના કરી હતી.આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર મોઇનુદ્દીન ઉર્ફે સીદીક નજીર શેખ (રહે બાપુનગર ઝુપડપટ્ટી, ગુફાનભાઈના મકાનમાં, અડાજણ પાટીયા), સુનીલ જગદીશભાઈ વણજારા (રહે- ઘર નં.1580, સુભાષનગર મોહલ્લો, શીતલ ચાર રસ્તા પાસે રાદેર રોડ), દેવ ઉર્ફે કરણ સોમાભાઈ વણજારા (રહે- એચ-2, બિલ્ડીંગ નં.128 રૂમ નં.બી 23, કોસાડ આવાસ, અમરોલી) અને અન્ય એક કિશોર મળી ચારને પકડી તમામ મુદ્દામાલ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.