તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સાહ:અયોધ્યા રામ મંદિર શિલાન્યાસની સુરતમાં ઉજવણી, વરાછાના માનગઢ ચોકને શણગારાયો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનગઢ ચોક ખાતે શરણગાર કરવામાં આવ્યો હતો (ઈન્સેટમાં ચાંદી અર્પણ કરનાર યુવકો) - Divya Bhaskar
માનગઢ ચોક ખાતે શરણગાર કરવામાં આવ્યો હતો (ઈન્સેટમાં ચાંદી અર્પણ કરનાર યુવકો)
  • શહેરમાં 27 જગ્યાએ કાર્યક્રમો યોજાશે
  • ફટાકડા ફોડી મિઠાઈની વહેંચણી થશે

અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે તેની ઉજવણી સુરતમાં જોવા મળી રહી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકમાં મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ફટાકડા ફોડીને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને માત્ર પાંચ જ લોકો આરતી ઉતારશે જ્યારે શહેરના અન્ય 27 સ્થળો પર પણ કાર્યક્રમ યોજવાની સાથે સાંજે સાડા સાત વાગ્યે લોકો પોતાના ઘરમાં પાંચ દીપ પ્રગટાવશે. અયોધ્યા શિલાન્યાસ માટે એક ભાવિક દ્વારા દોઢ કિલો ચાંદી અર્પણ કરવામાં આવી છે.

માનગઢ ચોક શણગારાયો
અયોધ્યામાં 5 ઓગસ્ટ(આવતીકાલે)ના રોજ રામમંદિર શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. અયોધ્યાની જેમ જ વરાછાના માનગઢ ચોકને શણગારવામાં આવ્યો છે. વીએચપી સુરતના મંત્રી કમલેશ ક્યાડાએ જણાવ્યું હતું કે, માનગઢ ચોકથી જ કાર સેવા વખતે મુખ્ય હલચલ થઈ હોવાથી અહિંથી જ શિલાન્યાસ વખતે મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ વિસ્તારને સજાવવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સુરતના અલગ અલગ 27 જગ્યાએ ફટકડા ફોડવા સહિતના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.51 કિલો સુખડીનો પ્રસાદ વિતરીત કરવામાં આવશે.

પ્લાઝમા ડોનેટનો સંકલ્પ કરાશે
પ્રવિણ ભાલાળાએ જણાવ્યું હતું કે, આવતી કાલે દરેક હિન્દુ પરિવાર તેમના ઘરે સાંજે સાત વાગ્યે દીપ પ્રગટાવશે સાથે જ કોરોનાગ્રસ્ત થયા બાદ તેમાંથી સાજા થઈને પરત આવેલા 51 લોકો દ્વારા અન્ય કોરોનાના દર્દીઓને બચાવવા માટે પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કરશે.

યુવકોના ગ્રુપ દ્વારા અઢી કિલો ચાંદી અર્પણ કરાઈ
શહેરમાં રામજન્મભૂમિ શિલાન્યાસને લઈને અનેરો ઉત્સાહ જોવા મલી રહ્યો છે. નરેન્દ્ર ચૌધરી અને તેમના મિત્રોના ગ્રુપ દ્વારા અઢી કિલો ચાંદી અર્પણ કરવામાં આવી છે. આ અઢી કિલો ચાંદી રામ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે.