આપઘાત:પ્રેમ માટે એક થયા પણ મોત બાદ 'અલગ' થયા, તાપી નદીમાં કૂદ્યાના બીજા દિવસે પ્રેમિકા બાદ પાંચમા દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાપી નદીમાં કૂદી આપઘાત કરનાર પ્રેમી-પંખીડાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
તાપી નદીમાં કૂદી આપઘાત કરનાર પ્રેમી-પંખીડાની ફાઈલ તસવીર.
  • યુવતીનો મૃતદેહ બીજા દિવસે ગત શુક્રવારના રોજ મળી ગયો હતો
  • સમાજમાં ઈજ્જત જવાના ડરે પ્રેમી-પ્રેમિકાએ ઘરેથી ભાગી આપઘાત કર્યો હતો

તાપી જિલ્લાના કુંકરમુંડા ગામની સીમમાં આવેલા તાપી નદીના પુલ પરથી ગત 22 જુલાઈના રોજ પ્રેમી-પંખીડાએ નદીમાં કૂદી આપઘાત કર્યો હતો. પ્રેમ માટે બંને પ્રેમી-પંખીડા એક થઈને ઘરેથી ભાગ્યા હતા. જોકે, સમાજમાં ઈજ્જત જવાના ડરે તાપી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. તાપી નદીમાં કૂદ્યાના બીજા દિવસે પ્રેમિકાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પ્રેમીનો મૃતદેહ છેક પાંચમા દિવસે મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહ મળ્યા તેનું અંતર 35 કિમીનું હતું.

મહારાષ્ટ્રથી ભાગી પ્રેમી-પંખીડા ગુજરાત આવ્યા હતા
પ્રેમી-પંખીડાઓ જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાણીવિહીર ગામના રેહવાસી ગુરુદત્તભાઈ રજેસિંગભાઈ પાડવી ઉ.આ.વ.(26) અને તનશ્રીબેન કાંતિલાલભાઈ ગસ્વામી(19) બંને એક જ ગામના રહીશો ભાગી ગયા હતા. અલગ અલગના સમાજના હોવાથી સમાજમા ઇજ્જત ગઈ અને સમાજમા વાત થાય આ અંગે પસ્તાવો થતા તાપી નદીના પુલ ઉપરથી નદીમા છલાંગ લગાવી હતી. બીજા જ દિવસે યુવતીનું મૃતદેહ જુના કુકરમુંડાની સિમમા આવેલ તાપી નદીના પાણીમાથી મળી આવી હતી. જ્યારે પાંચ દિવસ પછી યુવકનું મૃતદેહ ઉચ્છલના જુના સયાજીગામની સિમમાં આવેલ તાપી નદીના ફુગારાના પાણીમાંથી મળી આવ્યો હતો.

આપઘાત કર્યાના બીજા દિવસે જ પ્રેમિકાનો મૃતદેહ મળી ગયો હતો.
આપઘાત કર્યાના બીજા દિવસે જ પ્રેમિકાનો મૃતદેહ મળી ગયો હતો.

પુલ પર બાઈક મૂકી પ્રેમી-પંખીડા તાપી નદીમાં કૂદી ગયા
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પ્રેમી-પંખીડાઓ સાતેક દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. જેઓ જુના કુકરમુંડા ગામની સિમમા આવેલ તાપી નદીના પુલ ઉપર બાઈક મૂકી બને પ્રેમી-પંખીડાઓ પુલ પરથી નદીમા છલાંગ લગાવી હતી. જે અંગે નિઝર, કુકરમુંડા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયા લોકોની મદદ લઈ બને પ્રેમી-પંખીડાની શોધખોળ શરૂ કરી દીધી હતી. પહેલા દિવસે શોધખોળ કરતા પ્રેમી-પંખીડાનો કોઈ પત્તો લાગ્યો નહીં.

પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહ 35 કિમીની અંતરે મળ્યા
પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહ 35 કિમીની અંતરે મળ્યા

ફાયર વિભાગની મદદથી યુવકની શોધખોળ કરી
છલાંગ લગાવનાર પ્રેમી-પંખીડામાંથી બીજા દિવસે જુના કુકરમુંડા ગામની સિમમાં આવેલ તાપી નદીના પાણીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં નિઝર પોલીસ દ્વારા પી.એસ.આઇ સી.જે.પુવાર અને તેમની ટીમે સ્થાનિક તરવૈયા અને વ્યારા નગરપાલિકાના ફાયર વિભાગના તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી.

છેલ્લા પાંચ દિવસથી પોલીસ અને ફાયર વિભાગ યુવકની શોધખોળ કરી હતી.
છેલ્લા પાંચ દિવસથી પોલીસ અને ફાયર વિભાગ યુવકની શોધખોળ કરી હતી.

તાપી નદીના ફુગારાના પાણીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
તાપી નદીમાં ઉપરવાસમાંથી પાણીનો સ્ત્રોત વધુ આવતા યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન ગતરોજ ઉચ્છલ તાલુકાના જુના સયાજી ગામની સિમમાં આવેલ તાપી નદીના ફુગારાના પાણીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે નિઝર પોલીસને જાણ થતા નિઝર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સી.જે.પુવાર કુકરમુંડા આઉટ પોસ્ટના જમાદાર અજયભાઈ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક પુલ પર મૂકી પ્રેમી-પંખીડા તાપી નદીમાં કૂદી ગયા હતા.
બાઈક પુલ પર મૂકી પ્રેમી-પંખીડા તાપી નદીમાં કૂદી ગયા હતા.