તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશાનો કારોબાર:સુરત પોલીસે જેને ચોર સમજી પકડ્યો તેની પાસેથી 15.58 ગ્રામ MD ડ્રગ્સ મળ્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રગ્સનો જથ્થો મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પાસે એક રીક્ષા ચાલક પાસેથી લાવ્યાની કબૂલાત કરી. - Divya Bhaskar
ડ્રગ્સનો જથ્થો મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પાસે એક રીક્ષા ચાલક પાસેથી લાવ્યાની કબૂલાત કરી.
  • પોલીસને જોઈ મુંબઈના બોરીવલીથી આવતો યુવાન ભાગવા લાગ્યો હતો
  • આરોપીએ ડ્રગ્સ બોરીવલી રેલવે સ્ટેશનેથી રીક્ષાવાળા પાસેથી મેળવ્યું હતું

સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પાસેથી મહીધરપુરા પોલીસને જોઈને ભાગતા મુંબઈના બોરીવલીથી આવતાં એક યુવકને 1.56 લાખની કિંમતના 15.58 ગ્રામ એમડી ડ્રગ સાથે ઝડપી પાડ્યો હતો. મહીધરપુરા પોલીસે સુરત બસ સ્ટેશન પાસેથી ચોર સમજીને આરોપી આમીનખાન સાહિરખાન પઠાણને પકડ્યો હતો.

આરોપી પોતે ડ્રગ્સનો ઉપયોગ કર્યાનું તપાસમાં જણાયું
યુવકને ઝડતી લેતા તેની પાસેના પાકીટમાંથી 15.58 ગ્રામ એમડી ડ્રગ મળી આવ્યું હતું. પાનકાર્ડ અને આધાર કાર્ડ મળ્યું હતું. તેની પાસેથી કબજે કરેલ ડ્રગની કિંમત 1.56 લાખ થાય છે. આનીમખાન ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આમીનખાન બોરીવલીમાં એક રિક્ષાવાલા પાસેથી ડ્રગ લાવ્યો હતો. તે નિયમિત ડ્રગ લાવતો હોવાનું જણાવ્યું હતું. પોતે ડ્રગ્સનો ઉપયોગ કર્યાનું તપાસમાં જણાયું છે.

1.63 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
મહિધરપુરા પોલીસ સેન્ટ્રલ બસ સ્ટેશન પાસે ચેકીંગ કરી રહી હતી ત્યારે એક યુવાન પોલીસને જોઈ ભાગતા મહિધરપુરા પોલીસે તે મોબાઈલ ચોર હશે તેમ સમજી આમીનખાન સહીરખાન પઠાણને પકડી લીધો હતો. પોલીસે તેની જડતી લેતા પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટમાંથી રૂ.1,55,800 ની કિંમતનું 15.58 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળ્યું હતું. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડા રૂ.400 વિગેરે મળી કુલ રૂ.1,63,200 નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા આમીને ડ્રગ્સનો જથ્થો મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પાસે એક રીક્ષા ચાલક પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી.

પોલીસને જોઈને ભાગતા યુવકને પકડ્યોને ડ્રગ્સ મળ્યું.
પોલીસને જોઈને ભાગતા યુવકને પકડ્યોને ડ્રગ્સ મળ્યું.

આરોપી પોણા બે વર્ષ પહેલા મોબાઈલ સ્નેચિંગમાં પકડાયો હતો
પોણા બે વર્ષ અગાઉ પુણા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચીંગના ગુનામાં ઝડપાયેલો આમીન જાતે જ એમ.ડી.ડ્રગ્સનો નશો કરે છે. પુંઠાની ફેકટરીમાં નોકરી કરતો આમીન પોતાના માટે જ ડ્રગ્સ લેવા મુંબઈ ગયો હતો.અને રીક્ષાવાળાને ફોન કરી મળી ડ્રગ્સ લઈ ટ્રેનમાં સુરત આવ્યો હતો અને ઝડપાઈ ગયો હતો.મહિધરપુરા પોલીસે રીક્ષાચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.