તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવમાં વધારો:સપ્ટેમ્બર-2019 પહેલાનું ગ્રે કાપડ જૂના ભાવે જ પ્રોસેસ કરાવવા ફોસ્ટાની તાકીદ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલસા, પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં મિલમાલિકોએ ભાવ વધારી દીધા હતા
  • વેપારીઓને લેટર મોકલી સૂચના, નવો માલ પણ ભાવ નક્કી કરીને જ આપવો

શહેરની પ્રોસેસિંગ મિલોએ ભાવમાં વધારો કર્યો છે, પરંતુ ફોસ્ટાએ વેપારીઓને લેટર લખીને સૂચના આપી છે કે, ‘જે વેપારીઓએ થોડાં સમય પહેલાં ગ્રે કાપડને પ્રોસેસ માટે આપ્યું હોય તેઓ મિલોને જૂનો જ ભાવ આપે.’ કોલસાના ભાવમાં વધારો થતાં પ્રોસેસિંગ મિલ માલિકોની મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ વધારો થયો છે, ત્યારે પ્રોસેસર્સ એસોસિએસને પ્રોસેસિંગના દરેક બિલ પર 10 ટકા એનર્જી ચાર્જ વસૂલ કરવા નિર્ણય લીધો હતો. બીજી તરફ ફોસ્ટાએ વેપારીઓને લેટર લખીને સૂચના આપવામાં આવી છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે, 1 સપ્ટેમ્બરથી જે પણ વેપારીઓ ગ્રેનો નવો માલ પ્રોસેસ કરવા માટે મિલમાં મોકલે તે વેપારી મિલમાલિક અને માસ્ટર સાથે પ્રોસેસિંગનો ભાવ નક્કી કરીને જ મોકલે. 1 સપ્ટેમ્બર 2019 પહેલાં જે પણ જૂનો માલ છે તે ગ્રે માલ મિલ માલિકો અને માસ્ટરને આપ્યો છે.

તે માલનો પ્રોસેસિંગ ચાર્જ જૂના ચાર્જ પ્રમાણે જ આપવો. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, ‘ટેક્સટાઈલના વેપારીઓએ મિલમાં કાપડ પ્રોસેસ કરવા માટે આપ્યું છે. જે 20થી 25 દિવસે આવી રહ્યું છે. જેને કારણે વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે, તેઓ જૂનો માલ જૂના ભાવથી જ પ્રોસેસ કરાવે. નવો માલ પ્રોસેસ કરાવે ત્યારે મિલમાલિક અને માસ્ટર સાથે ભાવ નક્કી કરીને જ પ્રોસેસ કરવા આપે.’

સાડી-ડ્રેસના ભાવમાં 4 ટકાનો વધારો થશે
કોલસો, પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા બાદ પ્રોસેસર્સો દ્વારા પ્રોસેસિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રોસેસિંગ ચાર્જમાં વધારો થવાથી સાડી અને ડ્રેસના ભાવમાં ૨ થી ૪ ટકા સુધી વધારો થશે

અન્ય સમાચારો પણ છે...