તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ચેમ્બરે કાપડ બજાર ખોલવાની મંજૂરી લેતાં ફોસ્ટાનો વિરોધ, અંતે કલેક્ટરે રદ કરવી પડી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વાસમાં લીધા વિના બારોબાર કલેક્ટરને રજૂઆત કરાતાં ચેમ્બર અને ફોસ્ટા આમને-સામને
  • ચેમ્બર અમારા કામમાં દખલ ન કરે : ફોસ્ટા, અન્ય 2 એસો.ની રજૂઆત હતી એટલે મંજૂરી માંગી હતી: ચેમ્બર

વિશ્વાસમાં લીધા વગર કાપડ બજાર ખોલવાની મંજૂરી ચેમ્બરે લેતાં ફોસ્ટાએ વિરોધ નોંધાવ્યો હતો. અંતે કલેક્ટરે મંજૂરી રદ કરી છે. ત્યારે ચેમ્બરનું કહેવું હતું કે 2 એસો.એ રજૂઆત કરતા અમે મંજૂરી માંગી હતી જ્યારે ફોસ્ટાએ જણાવ્યું હતું કે ચેમ્બર અમારા કામમાં દખલ ન કરે.95 ટકા કાપડ વેપારીઓ ઇચ્છતા હતા કે કોરોનાની ચેઇન તુટે અને અન્ય રાજ્યોમાં લોકડાઉન ન ખુલે ત્યાર સુધી માર્કેટો શરૂ ન થાય. દરમિયાન સોમવારે એક લેટર સોસિયલ મીડિયા પર વાઇરલ થતા ફોસ્ટાના પદાધિકારીઓ ચોંકી ગયા હતા.

લેટરમાં કલેક્ટરને અરજી કરીને ટેક્સટાઈલ માર્કેટની ટ્રેડ રિલેટેડ બાબતોના કામકાજ માટે બે દિવસની પરમિશન આપવા વિનંતી કરવામાં આવી હતી. કલેક્ટરે 10 અને 11 મેના રોજ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધીની પરમિશન આપી હતી. ફોસ્ટાને આ બાબતે સોસિયલ મીડિયાથી ખબર પડી હતી.ફોસ્ટામાં રોષ જોવા મળ્યો હતો. બપોર બાદ ફોસ્ટાના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનર અને કલેક્ટરને મળીને આ લેટર બાબતે વાત કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બપોર બાદ કલેક્ટરે આ પરમિશન રદ્દ કરી હતી.

ચેમ્બર સન્માનનીય સંસ્થા પણ કાપડના વેપારીઓનો નિર્ણય ન કરે

વેપારીઓ પોતે જ દુકાનો ખોલવા ઇચ્છતા નથી
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અમારી સન્માનીય સંસ્થા છે. પરંતુ તેને વેપારીઓ બાબતે નિર્ણય નહીં લેવો જોઈએ. વેપારીઓ પોતે જ દુકાનો ખોલવા ઇચ્છતા નથી તો ચેમ્બર દુકાનો ખોલવા રજૂઆત કરી શકે નહીં. ફોસ્ટાને વિશ્વાસમાં લેવાની જરૂરત હતી. પરમીશન લેટર પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો જે સ્વીકાર્ય નથી. - મનોજ અગ્રવાલ, પ્રમુખ, ફોસ્ટા

​​​​​​​70 હજાર વેપારીઓના નિર્ણયનું કામ ફોસ્ટાનું છે
ચેમ્બર ઓફ કોમર્સ પાસે અન્ય ઘણા કામ છે. જે વેપારના વિશાળ હિતમાં છે. તે કરવાની જગ્યાએ ટેક્સટાઈલ વેપારીઓને લગતું કામ કરે તે નહીં ચાલે. 70 હજારથી વધુ વેપારીઓનું હિત જોવાનું કામ ફોસ્ટાનું છે. ફોસ્ટા તેનું કામ બરાબર કરે જ છે. ત્યારે અન્ય સંસ્થાઓએ દખલગીરી કરવી જોઈએ નહીં. - રંગનાથ શારડા, વેપારી, ફોસ્ટા અગ્રણી

ઘર્ષણનો પ્રશ્ન નથી, કલેક્ટરે મંજૂરી રદ કરી છે
સૌરાષ્ટ્ર ટેક્સટાઈલ ફેડરેશન એસો. સહિત 2 એસો.ની રજૂઆતને યોગ્ય પ્લેટફોર્મ પર લઈ જવાની અમારી ફરજ છે. તેથી રજૂઆત કરી હતી. ફોસ્ટા પણ સન્માનીય અને અમારી સાથે જ છે. તેથી ફોસ્ટા સાથે કોઈ ઘર્ષણનો પ્રશ્ન જ ઉભો થતો નથી. એમ પણ કલેક્ટરે પરમીશન રદ્દ કરી દીધી છે. - દિનેશ નાવડિયા, પ્રમુખ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

અન્ય સમાચારો પણ છે...