રજૂઆત:સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં વારંવારના ઉઠમણાને રોકવા માટે ફોસ્ટાના હોદ્દેદારોએ ગૃહરાજ્યમંત્રી પાસે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિગ ટીમની માંગ કરી

સુરત4 દિવસ પહેલા
વેપારીઓએ હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.
  • અગાઉના સમયમાં ઈકોનોમિક પ્રોટેક્શન સેલની માગ કરાઈ હતી

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉઠમણા અને ચીટિંગના અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે.આ સ્થિતિમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં અવિશ્વાસનું વાતાવરણ હંમેશા ઊભું થતું રહે છે.વેપારીના સ્થાનમાં અને કેવા લેભાગુ તત્વો કરોડો રૂપિયાનું ઉઠમણું કરીને રફુચક્કર થઇ જતા હોય છે. ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા આજે હર્ષ સંઘવીને સર્કિટ હાઉસ ખાતે ઉઠમણાના અને ચીટિંગના કેસો ઓછા થાય તેના માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિગેશન ટીમની માંગણી કરી હતી.

ટીમ બનાવી છેતરપિંડી કરે છે
ટેક્સટાઇલ ઉદ્યોગમાં દરવર્ષે અંદાજે બસોથી અઢીસો કરોડ રૂપિયાનું ઉઠમણું અથવા તો ચીટિંગ થયા હોવાના કેસો સામે આવતા રહે છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં કેટલાક ચિટરો પોતાની ટોળકી બનાવી ને સતત માર્કેટમાં ફરતા રહે છે અને દલાલો સાથેના સંપર્કમાં રહીને ખોટી રીતે પોતાને વેપારી ગણાવી માર્કેટમાં દુકાન ભાડે રાખીને ચીટિંગ કરતા હોય છે. તેમની મોડેસ ઓપરેન્ડી એ પ્રકારની હોય છે કે, પહેલા વેપારી સાથે માલ લે-વેચ કરે છે. ઓછા પૈસા ના માલ ખરીદ્યા બાદ તેનું ચુકવણી પ્રમાણિકતાથી કરી દેવામાં આવે છે. જેમ જેમ સંબંધો તોડવા જાય છે તેમ તેઓ વધુ રકમનો માલ લેતા હોય છે. અને જ્યારે લાખો રૂપિયાની અંદર વ્યવહાર પહોંચી જાય છે ત્યારે તેઓ રફૂચક્કર થઇ જતા હોય છે.

અગાઉ વચનો અપાયા હતા
ટેક્સટાઈલ ઉદ્યોગમાં છેતરપિંડી કરનારી ગેંગને પકડી પાડવા માટે ભૂતકાળમાં પણ ઇકોનોમિક પ્રોટેક્શન સેલની માંગણી વારંવાર કરવામાં આવી હતી. જે તે સમયે પોલીસ કમિશનરને પણ આ બાબતે રજૂઆત કર્યા બાદ પણ તેનો ઉકેલ આવ્યો ન હતા. પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સ્ટાફ ખૂબ જ ઓછો છે. એટલું જ નહીં જે તે સમયના મંત્રી નીતિન પટેલે ટેક્સ્ટાઇલ માર્કેટ માટે અલગથી પોલીસ સ્ટેશન બનાવી આપવાની પણ વાત કરી હતી. પરંતુ નીતિન પટેલે પોતાના આપેલા વચનને પૂર્ણ કરી શક્યા ન હતા. ટેક્સટાઇલ ઉદ્યોગ અને તેમના પર આશા હતી. પરંતુ તેઓ તેના પર ખરા ઉતરેલા શક્યા ન હતા. જેને પરિણામે સુરતની અંદર આ ચીટર ટોળકીઓ માર્કેટમાં સક્રિય છે.

વેપારીઓને સાંભળી પ્રશ્નના નિરાકરણની ખાતરી હર્ષ સંઘવીએ આપી હતી.
વેપારીઓને સાંભળી પ્રશ્નના નિરાકરણની ખાતરી હર્ષ સંઘવીએ આપી હતી.

હર્ષ સંઘવીને રજૂઆત કરાઈ
ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર એસોસિએશનના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આજે સર્કિટ હાઉસ ખાતે મુલાકાત કરીને ઘણા લાંબા સમયથી અમારા જે પ્રશ્ન છે. તેની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. માર્કેટમાં ચીટિંગ ઓછામાં ઓછા થાય તે માટે અમે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની માગણી કરી હતી. હર્ષ સંઘવીએ કહ્યું કે, આ બાબત મારા ધ્યાન પર છે. તમે બધા ગાંધીનગર આવો આપણે જેટલું બને એટલું ઝડપથી આનો નિકાલ લાવી દઈએ. અમને આશા છે કે, અમારો આ પ્રશ્ન હવે ઝડપથી ઉકેલાઈ જશે.