તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરવાનગી:3-3 કલાકના સ્લોટમાં ટેક્સટાઈલ માર્કેટની દુકાનો ખોલવા ફોસ્ટાની માંગ

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માર્કેટ ખોલવા વેપાર પ્રગતિ સંઘની રજૂઆત બાદ

વેપાર પ્રગતિ સંઘની રજૂઆત બાદ  બુધવારે ફોસ્ટાએ તા.18 મે થી 3-3 કલાકના બે સ્લોટમાં ટેક્સટાઈલ માર્કેટ ખોલવા માટે માંગણી કરી છે.  જેમાં બે માસના લોકડાઉનના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને રૂ.10,000 કરોડનો વેપાર અટકી ગયો છે. જો સુરતનું ટેક્સટાઈલ માર્કેટ ખુલે તો અન્ય સેક્ટર જેવા કે વીવીંગ, નિટીંગ, પ્રોસેસિંગ સહિત ઘરઘથ્થુ ટેક્સટાઈલને લગતું કામ કરતી મહિલાઓ પણ આજીવિકા મેળવી શકશે. જેને ધ્યાને લઈને 3-3 કલાકના બે સ્લોટમાં 165 ટેક્સટાઈલ માર્કેટના 65 હજાર વેપારીઓને દુકાનો ખોલવા માટે પરવાનગી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

પોલીસ દ્વારા એકમો બંધ કરાવતા ભય
સચિન ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ રમાબેન રામોલિયાએ કલેકટરને રજૂઆત કરી છે કે, અત્યાર સુધી સચિન જીઆઈડીસીના 2250 એકમો પૈકી 400 એકમો દ્વારા બાંહેધરી પત્રક ભરીને એકમો શરૂ કરવા તૈયારી બતાવી છે, પરંતુ થોડા દિવસ પૂર્વે જ બાંહેધરીપત્રકના આધારે જીઆઈડીસીની એક હાર્ડવેર શોપ પોલીસે બંધ કરાવી કલમ 188 લગાડી હતી. જેને લઈને ઉદ્યોગોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. પોલીસ સંકલન સાધીને ઉદ્યોગો અને ઉદ્યોગો સાથે સંકળાયેલી એન્સીલરી કાર્યરત રહે તે માટે વ્યવસ્થા ગોઠવી આપવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો