તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે સુરત લોકોના ભરોસે...:ફોસ્ટાએ 7 દિવસના લોકડાઉન માટે CMને પત્ર લખ્યો, ડોક્ટર્સ કહે છે ‘હેલ્થ સિસ્ટમને ફરી ઊભી કરવા આ નિર્ણય જરૂરી’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લોકડાઉન અંગે વેપારીઓમાં બે ભાગલા, હીરાબજાર સહિતના વેપારીઓ કહે છે, લોકડાઉન નહીં, સરકાર નિયમોનું પાલન કરાવે

કોરોના સંક્રમણથી શહેરને બચાવવા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસો.એ આજે 200 કાપડ માર્કેટો અને 80 હજાર કાપડના વેપારીઓ વતી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કલેક્ટર ડૉ. ધવલ પટેલ અને પાલિકા કમિશનર પાનીને પત્ર લખી કોરોના સંક્રમણની સ્થિતિમાં કોરોનાની ચેન બ્રેક કરવા 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાની માગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે અત્યારે સુરતમાં 30 એપ્રિલ સુધી વીકેન્ડમાં બે દિવસ સ્વૈચ્છિક કાપડ માર્કેટો બંધ રખાય છે. માત્ર કાપડ માર્કેટ બંધ રાખવાથી સુરતમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે નહી.

શહેરની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ અને રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી. કોરોનાની ચેન તોડવા સંપૂર્ણપણે એક સપ્તાહના લોકડાઉનની જરૂર હોવાનું ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ અને જોઇન્ટ સેક્રેટરી પુરુષોત્તમ અગ્રવાલે પત્રમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની અપીલને પગલે શહેરના કાપડ માર્કેટ, હીરાબજાર, સેફ ડિપોઝિટ વોલ્ટ અને વીવિંગ ઉદ્યોગ સહિત 150 સંગઠનોએ ‘બ્રેક ધ ચેન’ ઝુંબેશ હેઠળ શનિ-રવિ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો.

અગ્રણી તબીબોનો મત : સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવા શહેરના અગ્રણી 27 તબીબોએ જાહેર અપીલ કરી
સુરતને કોરોનામુક્ત કરવા અને કોરોના સંક્રમણની ચેઇન તોડવા શહેરના અગ્રણી 27 તબીબોએ જાહેર અપીલ બહાર પાડી સ્વૈચ્છિક લોકડાઉન રાખવા અપીલ કરી છે. તબીબોએ જણાવ્યું હતું કે કોરોનાના કેસ વધતાં મેડિકલની માળખાગત સુવિધાઓ પર વધુપડતું ભારણ આવ્યું છે. આ સ્થિતિમાં 15 દિવસ લોકો જેટલા ઓછા લોકોને મળે એટલી કોરોના સંક્રમણની ચેન તૂટશે.

શહેરના હિતમાં 7 દિવસનું લોકડાઉન જાહેર કરવું જરૂરી
સુરત શહેરને બચાવવા માટે 7 દિવસનું લોકડાઉન આવશ્યક છે. શહેરમાં સંક્રમણ ઘટાડવું હોય તો તે જરૂરી છે. હાલ હોસ્પિટલોમાં બેડ નથી, વેન્ટિલેટર મળતાં નથી ત્યારે આરોગ્યતંત્ર પર પણ ભારણ વધ્યું છે. સરકારે પ્રજાના હિતમાં સાત દિવસનું લોકડાઉન જાહેર કરવું જોઈએ એવી માગ છે. > હીરલ શાહ, આઈએમએ પ્રમુખ,

ઇમર્જન્સી સિવાય લોકો ઘરની બહાર ન નીકળે
5થી 7 દિવસના મિની લોકડાઉનની જરૂર તો છે જ, પરંતુ સાથે સાથે સેલ્ફ લોકડાઉન પણ થવું જ જોઈએ. જો એમ થશે તો જ હેલ્થ સિસ્ટમને ફરી વખત ઊભી કરી શકીશું. હાલ કેસ વધારે આવી રહ્યા છે ત્યારે લોકોએ પણ સમજવાની જરૂર છે. ઇમર્જન્સી સિવાય ઘરની બહાર ન નીકળે અને સેલ્ફ લોકડાઉન કરે. > ડો.પારુલ વડગામા,

કોરોનાના વધતા જતા કેસને અટકાવવામાં સફળતા મળશે
લોકડાઉનની સખત જરૂરિયાત છે. લોકડાઉન કરવાથી બે ફાયદા થશે એક તો કેસની સંખ્યામાં જે વધારો થયો છે એ ઓછા થશે અને બીજું કે હેલ્થ સિસ્ટમને ફરી ઊભી થવાનો મોકો મળશે, કારણ કે હાલ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના લોકો ખૂબ જ બર્ડન સાથે કામ કરી રહ્યા છે, જેથી લોકડાઉન ખૂબ જ જરૂરી છે. > ડો.પ્રતીક સાવજ

વેપારીઓ એસો.નો મત: ફોસ્ટા અને રિટેલ સેકટર લોકડાઉનના સમર્થનમાં, જ્યારે હીરા ઉદ્યોગનો ઈન્કાર

ફોસ્ટા : લોકડાઉનથી જ શહેરની સ્થિતિ સુધરશે
હાલ સુરતની સ્થિતિ ખરાબ થઈ રહી છે. સરેરાશ 2500ની આસપાસ કેસ આવી રહ્યા છે. ત્યારે માત્ર ટેક્સટાઈલ ઉદ્યૌગ જ નહીં, પરંતુ શહેરમાં 7 દિવસનું લોકડાઉન રાખવું જોઈએ. જો લોકડાઉન રાખવામાં આવશે તો જ શહેરની સ્થિતિ કંટ્રોલમાં આવશે. આ બાબતે અમે સીએમને પત્ર પણ લખ્યો છે. > મનોજ અગ્રવાલ, ફોસ્ટા પ્રમુખ

રિટેલ : દુકાનો બંધ કરવાથી સંક્રમણ રોકી ન શકાય
સુરતમાં રિટેલ સેક્ટરના ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગત અને રાષ્ટ્રીય ચેરમેન મહેન્દ્ર શાહે સીએમને પત્ર લખી લોકડાઉનની માગ કરી કહ્યું છે કે માત્ર દુકાનો બંધ કરાવવાથી કોરોના સંક્રમણ પર અંકુશ મેળવી શકાશે નહીં. કોન્ફેડરેશન ટ્રેડર્સના પ્રમુખ પ્રમોદ ભગતે કહ્યું, જો શહેરને બચાવવું હોય તો લોકડાઉન રાખવું જ જોઈએ.

હીરા : કામધંધા બંધ થશે તો લોકોને મુશ્કેલી પડશે
હાલ હીરામાં તેજી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરાની માગ છે. લોકડાઉનને બદલે સરકાર નિયમોનું પાલન કરાવે. કામધંધા બંધ થશે તો આર્થિક મુશ્કેલી પડશે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું હતું, લોકડાઉન પહેલાં સરકારે ગરીબોનાં ઘરના ચૂલા કઇ રીતે ચાલશે એનો ઉપાય બતાવવો પડશે. - નાનુ વેકરિયા, પ્રમુખ, ડાયમંડ એસોસિયેશન.

અન્ય સમાચારો પણ છે...