વીર નર્મદ યુનિવર્સિટીએ બીકોમ, બીએ, બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટના જુદા જુદા કોર્સોની પ્રવેશ કાર્યવાહી શરૂ કરી છે. યુનિવર્સિટીના એકેડેમિક ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું કે, ધો.12 પાસ થનારા કે પછી સમકક્ષ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી કોલેજોમાં પહેલા વર્ષમાં બીકોમ, બીબીએ, બીઆરએસ, બીએસસી, બીએસસી કોમ્પ્યુટર સાયન્સ, બીસીએ, બીકોમ એલએલબી, એમએસસી આઇટી, એમએસસી બાયોટેક, ઇન્ટિગ્રેટેડ એમઆરએસ, બીએ માસ કોમ્યુનિકેશન, ફાઇન આર્ટ તથા ઇન્ટિરિયલ ડિઝાઇન કોર્સોની પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ છે.
વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને ફોર્મ ભરી શકશે. જ્યારે પણ પરિણામ જાહેર થાય એના 7 જ દિવસમાં ઓનલાઇન ફોર્મ જમા કરવાના રહેશે. બીકોમ, બીએસસી, બીસીએ અને બીબીએ પ્રવેશ પ્રક્રિયા સુરત, વલસાડ, નવસારી, બારડોલી અને ભરૂચના વિદ્યાર્થીઓએ એમના ઝોન મુજબ ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ભરતી સમયે વિદ્યાર્થીઓએ રૂ. 200 પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે.
દક્ષિણ ગુજરાતમાં કઈ ડિગ્રીમાં કેટલી બેઠક | |
ડિગ્રી | બેઠક |
બીએસસી | 2,450 |
MSc. ઇન્ટિગ્રેટેડ બાયોટેક | 75 |
BSc. કોમ્પ્યુટર સાયન્સ | 625 |
બીકોમ | 33431 |
બીકોમ હોનર્સ | 300 |
બીબીએ | 4275 |
બીસીએ | 7480 |
બીઆરએસ | 375 |
એમએસસીઆઇટી | 300 |
બીકોમ એલએલબી | 150 |
બીએ માસ કોમ્યુનિકેશન | 38 |
બીએ 25 | 314 |
બીએફએ | 102 |
બીઆઇડી | 88 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.