એજ્યુકેશન:આજથી બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસીનાં ફોર્મ ફરી ભરી શકાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલી એડમિશન પ્રોસેસ પૂર્ણ થયા બાદ બેઠક ખાલી હશે તો પ્રવેશ મળશેઃ યુનિ.

આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી અને બીએસસી કોમ્પ્યુટર સાયન્સના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી ફરી શરૂ કરનારી છે. પણ આ વખતે યુનિવર્સિટી ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા જ ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે પહેલી એડમિશન પ્રોસેસ પૂર્ણ થયા પછી બેઠક ખાલી રહેશે તો જ એડમિશન અપાશે.

આ મામલે યુનિવર્સિટીએ પરિપત્ર પણ જાહેર કર્યો છે. યુનિવર્સિટીમાં એડમિશન ફોર્મ 8થી 15 ઓક્ટોબર દરમિયાન ભરાનારા છે. ધો. 12 પાસ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને ઓનલાઇન ફોર્મ ભરી શકશે. યુનિવર્સિટીની બીકોમ, બીએસસી અને બીસીએની સરકારી, ગ્રાન્ટેડની સાથે ખાનગી કોલેજો સુરત, વલસાડ, નવસારી, બારોડલી અને ભરૂચ એમ પાંચ ઝોન વાઇઝ હોવાથી પોતાની પસંદગીની કોલેજો જે ઝોનમાં આવતી હોય તે ધ્યાને રાખીને ફોર્મ ભરવાનું રહેશે.

એડમિશનની પ્રોસેસિંગ ફી વિદ્યાર્થીઓએ રૂ. 150 અને તે પણ ઓનલાઇન એટલે કે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે પછી ડેબિટ કાર્ડથી ભરી શકાશે. ઉપરાંત વિદ્યાર્થીઓએ ધોરણ-10 અને 12ની માર્કશીટ સાથે કેટેગરી મુજબના ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવાના રહેશે. કોઇ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં તકલીફ હોય તો તે નજીકની કોલેજ અથવા સ્કૂલમાં જઇને રૂ. 50 આપી ફોર્મ ભરી શકશે. જો કે, આ સુવિધા માત્ર સુરતમાં નહીં, પણ દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવી છે.

LLBના પ્રવેશ ફોર્મ 10મી સુધી ભરી શકાશે
યુનિવર્સિટીએ એલએલબીના એડમિશન ફોર્મ ભરવાની કાર્યવાહી પણ ફરી શરૂ કરી છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા ચૂકી ગયા છે, તેણે યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને ફોર્મ ભરી શકશે. જે કાર્યવાહી 10 ઓક્ટોબર સુધી ચાલશે. વિદ્યાર્થીઓએ પ્રોસેસિંગ ફી રૂ. 150 ભરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...