રાજીનામાનું રાજકારણ:સુરતના પૂર્વ કોર્પોરેટર AAPની વિચારધારાથી આકર્ષાયા, ભારતીય જનતા પાર્ટીનું કમળ છોડી આપનું ઝાડું ઊંચકી પ્રચારમાં જોડાયા

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના પૂર્વ કોર્પોરેટરે રાજીનામાં આપી આમ આદમી પાર્ટીની કંઠી પહેરી પ્રચાર શરૂ કર્યો - Divya Bhaskar
ભાજપના પૂર્વ કોર્પોરેટરે રાજીનામાં આપી આમ આદમી પાર્ટીની કંઠી પહેરી પ્રચાર શરૂ કર્યો

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓની ઉછળકુદ વધી રહી છે. ત્યારે સુરત મજુરા વિધાનસભાના મૂળ રાજસ્થાની પરિવારના સુધા નહટા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2012 થી જોડાયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ગટર સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. સુધા નહટાએ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું ગચું.સાથે જ તેઓ આપમાં જોડાઈને પ્રચારમાં પણ લાગી ગયા હતાં.

આપ પાર્ટીનો પ્રચાર કરવામાં જોડાયા
વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ અલગ અલગ કાર્યકર્તાઓ હોદ્દેદારો અને નેતાઓ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જઈ રહ્યા છે. એક પક્ષમાંથી રાજીનામું આપીને બીજા પક્ષમાં સત્તાવાર રીતે જોડાવાની હાલ એક પ્રકારની મોસમ ચાલી રહી છે. સુરતના પૂર્વ મહિલા કોર્પોરેટર સુધા નહાટા મજુરા વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીમાં સક્રિય થઈને કામ કરી રહ્યા છે.

ભાજપ સાથે છેડો ફાડી આપવા જોડાયા
2012થી ભાજપમાં સક્રિય રહીને તેમણે અલગ અલગ હોદ્દા ઉપર કામ કર્યા છે. તેમના કહેવા મુજબ ભારતીય જનતા પાર્ટીમાં હાલ વ્યક્તિ પૂજા વધુ કરવામાં આવી રહી છે. પક્ષની આંતરિક જૂથવાદની રાજનીતિના કારણે તેમણે ભાજપમાંથી બહાર જવાનું પસંદ કર્યું છે. મૂળ રાજસ્થાની પરિવારમાંથી આવે છે. તેમના કહેવા મુજબ પ્રવાસી રાજસ્થાનીઓને ભારતીય જનતા પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પાર્ટીમાં વધુ મહત્વ આપવામાં આવતું નથી.

આપની વિચારધારા ગમી
સુધા નહટાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ લોકો માટે ખૂબ સારું કામ કરી શકે તેમ છે. જે રીતે દિલ્હીમાં તેમણે કામ કર્યું છે. તેને કારણે લોકોની સુખાકારી વધી છે. મને લાગે છે કે, આ પાર્ટી કરપ્શન ફ્રીના મોડલ ઉપર આગળ વધી રહી છે. તે ગુજરાતમાં પણ સારું કામ કરી શકે. આમ આદમી પાર્ટીમાં હું સત્તાવાર રીતે જોડાઈ છું. આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસારમાં પણ હાલ સક્રિય થઈ છું.

અન્ય સમાચારો પણ છે...