તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:સુરતમાં બેંકમાં કામ કરતી યુવતીનો પીછો કરી પૂર્વ પાડોશી રોમિયોએ સ્પર્શ કરવાની કોશિષ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવતીનો પીછો કરીને છેડતી કરનાર સામે પોલીસે ગુનો નોંધ્યો છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
યુવતીનો પીછો કરીને છેડતી કરનાર સામે પોલીસે ગુનો નોંધ્યો છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • યુવતીએ અગાઉ પણ ત્રણ વખતે યુવક સામે પોલીસમાં ફરિયાદ કરી હતી

પાંડેસરા વિસ્તારમાં રહેતી અને સોસીયો સર્કલ પાસે આવેલ ખાનગી બેન્કમાં નોકરી કરતી 24 વર્ષીય યુવતીનો છેલ્લા કેટલાક સમયથી પૂર્વ પાડોશી અવાર નવાર પીછો કરી હેરાન પરેશાન કરતો હતો. આખરે યુવતીએ ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોધાવી છે. આ પહેલા પણ યુવતીએ રોમિયો સામે ત્રણ વખત પોલીસમાં અરજી કરી હતી.જો કે 29મીના રોજ યુવતીનો પીછો કરીને સ્પર્શ કરવાની કોશિષ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

તાકી તાકીને જોવા લાગ્યો હતો
બનાવની વિગત એવી છે કે, પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે રહેતા અને સોસિયો સર્કલ પાસે આવેલ ખાનગી બેન્કમાં નોકરી કરતી 24 વર્ષીય યુવતીએ ગઈકાલે રોમિયો કિશનસીંગ શ્રવણસિંગ રાઠોડ (રહે, ચીકુવાડી ઉધના) સામે ફરિયાદ નોધાવી છે. જેમાં યુવતીઍ જણાવ્યું હતું કે, કિશનસિંગ છેલ્લા ઘણા સમયથી તેનો પીછો કરી હેરાન પરેશાન કરે છે. તેમજ ગત તારીખ 29મીના રોજ યુવતી નોકરી પુરી કરી ઘરે જતી હતી તે વખતે સોસીયો સર્કલ પાસે પેટ્રોલ પંપ પાસે એકાએક તેની ગાડી નજીક લાગી તાકી તાકીને જાવા લાગ્યો હતો.

પાંચ વર્ષ અગાઉ પાડોશી હતા
યુવકે યુવતીનો તેના ઘર સુધી પીછો કર્યો હતો. બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કિશનસિંગ રાઠોડ પાંચ વર્ષ પહેલા યુવતીના ઘર પાસે રહેતો હતો. તે વખતે પણ અવાર નવાર હેરાન કરતા તેની સામે ઉધના પોલીસમાં ત્રણ વખત અરજી કરી હતી. જો કે, યુવતીનો પીછો કરી સ્પર્શ કરવાની કોશિષ કરી હોવાથી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.