ક્રાઈમ:સુરતના અમરોલીમાં સંબંધ ન રાખે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપી પૂર્વ મકાન માલિકે દુષ્કર્મ આચર્યું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા પર દુષ્કર્મ ગુજારીને ધમકી અપાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.(પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતિકર માટે) - Divya Bhaskar
મહિલા પર દુષ્કર્મ ગુજારીને ધમકી અપાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.(પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતિકર માટે)
  • પરિણીતાનો પતિ ઍક મહિનાથી ગુમ, પોલીસે મિસિંગની ફરિયાદ લઈ તેની પણ તપાસ કરી રહી છે

અમરોલી સાયણ રોડ વિસ્તારમાં રહેતી બે સંતાનની 30 વર્ષીય માતા ઉપર તેના અગાઉના મકાન માલીક બિલ્ડરે તું ફોન પર કેમ વ્યસ્થિત વાત કરતી નથી જા તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને સમાજમાં બદનામ કરી દેવાની અને પરિવારને શાંતિથી રહેવા નહી દેવાની ધમકી આપી નરાઘમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમા નોંધાઈ છે.

પરિણીતાએ મકાન ખાલી કરી નાખ્યું હતું
અમરોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમરોલી સાયણ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતાનો પતિ ઍમ્બ્રોઈડરી ખાતામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. પરિણીતાનો પરિવારમાં બે સંતાન છે. પરિણીતા બે મહિના પહેલા અમરોલીમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા તેના સમાજના દિલીપ ડાયા વસ્તાપરા (રહે, ભુમિપુજા રો હાઉસ ગજાનંદ સોસાયટી પાસે કતારગામ)ના મકાનમાં ભાડૂઆત તરીકે રહેતી હતી જેથી બંને ઍકબીજાને ઓોળખતા હતાં. જાકે બે મહિનાથી પરિણીતાઍ મકાન ખાલી કરીને સાયણ રોડ વિસ્તારમાં રહેવા માટે આવી ગઈ છે.

પરિણીતાનો પતિ મહિનાથી ગૂમ
દિલીપ વસ્તાપરા ગત તા 5મી ઓક્ટોબરના રોજ પરિણીતાના ઘરે ગયો હતો અને પરિણીતાને તું ફોન પર કેમ વ્યવસ્થિત વાત કરતી નથી. જો તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને સમાજમાં બદનામ કરી દઈશ અને તારા પરિવારને શાંતીથી રહેવા નહી દઉ તેવી ધમકી આપી પરિણીતાની મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. પરિણીતાનો પતિ ઍક મહિનાથી ગુમ થયો છે અને તે અંગે પરિણીતાઍ મિસિંગની ફરિયાદ પણ નોંધાવી છે. બનાવ અંગે પરિણીતાની ફરિયાદ લઈ પોલીસે દિલીપ વસ્તાપરા સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...