• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Former CM Rupani Put An End To The Factionalism In The BJP, Saying, "There Is No Difference Between Me And Party President Patil."

રૂપાણીએ વિવાદ પૂરો કર્યો:પૂર્વ CM રૂપાણીએ ભાજપમાં ચાલતી જૂથબંધી પર પૂર્ણવિરામ મૂકતાં સુરતમાં કહ્યું,-'મારા અને પક્ષપ્રમુખ પાટીલ વચ્ચે કોઈ જ મતભેદ નથી'

સુરત11 દિવસ પહેલા
પક્ષ પ્રમુખ સાથે મળીને કામ કરીએ છીએ અને કરતાં રહીશું-રૂપાણી
  • રાજકોટમાં પાટીલની મુલાકાત વખતે બહાર જતાં રહેલા રૂપાણીએ સ્પષ્ટ કર્યું
  • સુરતમાં અલગ અલગ કાર્યક્રમ માટે આવેલા વિજયભાઈએ જૂથવાદ મુદ્દે જવાબ આપ્યો

ભાજપમાં હાલ જૂથબંધી ચાલી રહી હોવાના સમાચાર ઘણા દિવસથી વહેતાં થયાં હતાં. એ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના હોમટાઉનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની મુલાકાત વખતે રૂપાણી બહાર જતાં રહ્યાં હતાં. જેથી બન્ને વચ્ચેના મતભેદો ઉડીને આંખે વળગ્યાં હતાં. ત્યારે આ મતભેદો અને જૂથબંધીની ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકતાં સુરતની મુલાકાતે આવેલા વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મારા અને પક્ષપ્રમુખ પાટીલ વચ્ચે કોઈ જ મતભેદ નથી. અમે સાથે મળીને કામ કરીએ છીએ અને આગળના સમયમાં પણ સાથે રહીશું. હાલ ચૂંટણીને ઘણીવાર હોવાથી મારા લડવા અંગે કશું ન કહી શકું તેમ વધુમાં જણાવ્યું હતું.

ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યાં છે.
ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યાં છે.

ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી
પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે આવ્યા છે. સુરતમાં તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. જેમાં ઐતિહાસિક દીક્ષા મહોત્સવના કાર્યક્રમ બાદ દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ સૈયદના સાહેબની મુલાકાત કરી હતી. ત્યારબાદ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોવાથી તેમની ખબર અંતર પૂછી બે લગ્ન પ્રસંગમાં હાજરી આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.

સુરતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવા પૂર્વ મુખ્યમંત્રી આવ્યા હોવાનું કહ્યું હતું.
સુરતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવા પૂર્વ મુખ્યમંત્રી આવ્યા હોવાનું કહ્યું હતું.

વિજયભાઈની સ્પષ્ટતા
ભાજપમાં ચાલતા જૂથવાદ અંગે સ્પષ્ટતા કરતાં રૂપાણીએ કહ્યું કે, મારા અને અધ્યક્ષ વચ્ચે કોઈ નારાજગી નથી. અમે સાથે મળીને કામ કરીએ છીએ. મારો તેમને સંપૂર્ણ સહકાર છે. સાથ આપુ છું. ચૂંટણી લડીશ કે નહીં તે અંગે અત્યારે કહેવું મુશ્કેલ છે. તેમજ પક્ષ પ્રમુખે કહ્યું છે કે, કાર્યકરોને સાંભળવામાં આવે તે યોગ્ય વાત છે અને તેનું હું પણ સમર્થન કરું છું.