તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે એમ.પી.ના રાજ્યપાલના OSDનો ચાર્જ લેતાં વિવાદ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • OSDનો ચાર્જ સંભાળી ઠાકરે કુલપતિ પદની ગરીમાને ઠેસ પહોંચાડી : શિક્ષણવિદો
  • કુલપતિ હતા ત્યારે પણ યુનિ.ની નહીં પણ પોતાની જ લીટી લાંબી કરતા હોવાની વાત ચર્ચાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બે ટર્મ કુલપતિ રહ્યા બાદ નિવૃત્ત થયેલા ડો. દક્ષેશ ઠાકરે આખરે રાજકીય રીતે પોતાનો રોટલો શેકી લીધો હોવાની ચર્ચા શિક્ષણવિદોમાં ચાલી રહી છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશના રાજ્યપાલ બનેલા મૂળ નવસારીના મંગુભાઈ પટેલના ઓએસડી (ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી) તરીકે ઠાકરે ચાર્જ લેતા વિવાદ ઉભો થયો છે.

ડો. દક્ષેશ ઠાકરના કુલપતિ તરીકેના કાર્યકાળમાં ડીન રહી ચૂકેલા એક શિક્ષણવિદે જણાવ્યું કે, મંગુભાઈ પટેલ રાજ્યપાલ બનતા જ ડો. દક્ષેશ ઠાકર મીઠાઈનો ડબ્બો લઈને તેમને મળવા પહોંચી ગયા હતા. તેઓ જ્યારે કુલપતિ હતા ત્યારે પણ યુનિવર્સિટીનું નામ મોટું થાય તેમાં તેમને રસ ઓછો હતો પણ પોતાનું ‘કદ’ કેવી રીતે વધાવવું તે ખૂબ સારી રીતે તેમને આવડતું હતું અને આખરે તેમાં તેઓ સફળ થઈ જ ગયા. તેમણે યુનિવર્સિટીની નહીં પણ પોતાની લીટી લાંબી કરવામાં વધુ રસ હતો.

કુલપતિ પદ એટલે કેબિનેટ મંત્રી પદ સમકક્ષ ગણાય
કુલપતિનું પદ કેબિનેટ મંત્રીના પદ સમકક્ષ હોય છે. પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે એમપીના રાજ્યપાલના ઓએસડી નહીં બનવું જોઇએ. ડો. દક્ષેશ ઠાકરે પોતાનું પૂર્વ કુલપતિનું સ્ટેટસ જાળવી રાખવું જોઇએ. મારા મતે તેમણે આ પદ નહીં લેવું જોઇએ. > સૂર્યકાંત શાહ, શિક્ષણવિદ

ડો. દક્ષેશ ઠાકરે ડિગ્નિટિ જાળવી રાખવી જોઇએ
પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે પોતાની ડિગ્નિટિ જાળવી રાખવી જોઇએ. કુલપતિ પદના વ્યક્તિ ઓએસડી તરીકે નિમાય તે યોગ્ય નથી. એજ્યુકેશન ફિલ્ડના ડો. દક્ષેશ ઠાકરે રાજકારણીના સલાહકાર બનવાની બાબતોમાં નહીં પડવું જોઇએ. > ઉત્તમ પરમાર, શિક્ષણવિદ

​​​​​​​કુલપતિ પદને લાંછન લગાડે એવું કાર્ય કહી શકાય
પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકર કુલપતિ પદને લાંછન લગાડે એવું કાર્ય કરી રહ્યા છે. તેમની બે ટર્મ કુલપતિની નિમણૂંક સહિતની બાબતોમાં બીજેપી અને સંઘનો હાથ રહ્યો છે. એક પૂર્વ
કુલપતિ રાજ્યપાલના પીએ કહેવાય તે યોગ્ય નહીં લાગે. > ડો. હેમત કુમાર, શિક્ષણવિદ

અન્ય સમાચારો પણ છે...